Mysamachar.in-જામનગર
હાલ રાજ્યમાં બર્ડફ્લુની દહેશત વચ્ચે અમુક જિલ્લાઓમાં બર્ડફ્લુ પોજીટીવના કેસો સામે આવતા જામનગર જીલ્લા પંચાયતના પશુપાલન વિભાગના વડા ભગીરથ પટેલના સીધા જ માર્ગદર્શન હેઠળ જામનગર જીલ્લામાં સર્વેલન્સ કરાવાવમાં આવી રહ્યું છે, “માય સમાચાર” સાથેની વાતચીતમાં ડો.ભગીરથ પટેલે જણાવ્યું કે પશુપાલનવિભાગની 40 ટીમો દ્વારા જીલ્લામાં સઘન સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે, તેવોએ વધુમાં કહ્યું કે 65 જેટલા પોલ્ટ્રીફાર્મમાં 1.68 લાખ જેટલા બર્ડસનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે જેમાં અસમાન્ય પ્રમાણમાં મૃત્યુનું પ્રમાણ જોવા મળ્યું નથી,અને બર્ડફ્લુના રોગ બાબતે ગભરાટ નહિ પણ સતર્કતાની જરુર હોવાનું તેમને જણાવ્યું.. તો જામનગર જીલ્લાના પોલ્ટ્રીફાર્મમાં થી 100 જેટલા નમૂનાઓ પણ લેવાયા છે તો માઈગ્રેટરી બર્ડના સેમ્પલ પણ કાલથી લેવામાં આવશે આમ જામનગરમાં બર્ડફ્લુના પગપેસારા પૂર્વે જ પશુપાલન વિભાગ સહિતના લગત વિભાગોની ટીમ દ્વારા સઘન સર્વેલન્સ ચાલી રહ્યાનું ડો.ભગીરથ પટેલે વાતચીતના અંતે જણાવ્યું..