Mysamachar.in-જુનાગઢ:
આજના સમયમાં યુવાઓને સીન સપાટા કરવાના બહુ અભરખા છે, અને પોતે કરેલા સીન સપાટાના દ્રશ્યો પોતાના જ સોશ્યલ મીડિયાના એકાઉન્ટમાં વાઈરલ કરી અને વાહવાહી મેળવવા જતા મુસીબતમાં પણ મુકાય છે, આવો જ એક કિસ્સો જુનાગઢમાં સામે આવ્યો છે, જેને લઈને પોલીસે ફરિયાદ દાખલ કરી છે.જૂનાગઢમાં સોશિયલ મીડિયામાં ફ્રેમસ થવા એક યુવાને ચાલુ બાઈકે રોડ પર નીકળીને હાથમાં રિવોલ્વર બતાવતો હોય તેવો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો, જૂનાગઢના યુવાને જાહેર રોડ ઉપર રિવોલ્વર બતાવી હતી. જેમાં એક હાથે યુવાન બાઈક ચલાવતો દેખાઈ છે અને બીજા હાથને પોતાના પેન્ટના ખિસ્સામાં નાખી તેમાંથી રિવોલ્વર કાઢીને જાહેરમાં તેનું પ્રદર્શન કરે છે.
બાઈક પર યુવાને રિવોલ્વર હાથમાં રાખીને વીડિયો બનાવ્યો હતો અને રિવોલ્વર સાથેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો વાઈરલ થતા પોલીસને હરકતમાં આવવું પડે તેવી સ્થિતિ થઇ હતી, જૂનાગઢની આ ઘટનામાં હથિયાર સાથે વીડિયો બનાવનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. રિવોલ્વરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. રિવોલ્વર લઈ બુલેટ પર બેસી વીડિયો બનાવ્યો હતો. હર્ષ દાફડા નામના યુવકની પોલીસે ધરપકડ કરી છે. યુવક સામે સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. LCB પોલીસે સોશિયલ મીડિયાનું એકાઉન્ટ ચેક કરી સીનકા મારનાર યુવક હર્ષ દાફડાને રિવોલ્વર બુલેટ અને મોબાઇલ સાથે કૂલ રૂપિયા 1 લાખ 55 હજાર સાથે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહિ હાથ ધરી છે.