Mysamachar.in-જામનગર:
છેલ્લા કેટલાક સમયથી જામનગર PGVCL સર્કલ હેઠળ આવતા ઉદ્યોગનગર સબડીવીઝનમાં થયેલ ભૂતકાળથી માંડીને હાલ સુધી ચાલી આવતી ગેરરીતિઓની વ્યાપક અને સચોટ ફરિયાદો ઉપર સુધી પહોચતા અને કોર્પોરેટ કચેરીની સુચના બાદ જામનગર સર્કલ અધિક્ષક રાડા દ્વારા આ મામલે તપાસ ખાનગીરાહે અને જુદી જુદી ટીમો બનાવીને શરુ કરવામાં આવી છે, જેમાં થોડા દિવસો પૂર્વે પણ 49 દિગ્વિજય પ્લોટના એક કારખાનામાંથી મોટી ગેરીરીતી સામે આવ્યા બાદ હવે કારખાનામાં “પેન્ડીંગ યુનિટ” નું કૌભાંડ બાહર આવી રહ્યું હોય તેમ લાગે છે, ગઈકાલે દરેડ જીઆઈડીસી વિસ્તારમાંથી એક કારખાનામાં તપાસ કરતા 35000 યુનિટ પેન્ડીંગ હોવાનું સામે આવતા આવનાર દિવસોમાં વધુ ઘટસ્ફોટ થાય તેમ છે.
પીજીવીસીએલના સુમાહિતગાર સુત્રો જણાવે છે કે અગાઉ પણ એક મીટર રીડરને GUVNL પોલીસ સ્ટેશન જામનગર દ્વારા પાણીના પ્લાન્ટમા મીટર રીડિંગ પેન્ડીંગ રાખવા અને મીટર બાળવા માટે જૂના સર્કીટ કેસમાં પકડવામાં આવેલ..પકડાયેલ ભૂતપૂર્વ વીજકર્મીની મીટર બાળવા બાબતે અટકાયત પણ કરવામા આવેલ હતી, આ સેટિંગમાં એવું ચાલે કે મીટર રીડિંગ કરતા અમુક માણસો pending unit રાખવા જણાવી બિલ ઓછું આવે તેમ કહીને બાદમા મીટર યુનિટ વધે ત્યારે તે pending unit નું બિલ ના આપવા માટેનું કથિત સુવ્યવસ્થિત કૌભાંડ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ચાલી રહ્યું છે, જે બાદ મીટર બાળી નાખવા સુધીના સેટિંગ પણ થાય છે, અને આવું એક કૌભાંડ ભૂતકાળમાં પણ સામે આવેલ છે,
તેમ છતાં આવા હેવી કારખાના યુનિટોમાં મીટરના યુનિટ વીજ કંપનીના કર્મચારી પાસેના લેવડાવીને બદલે અન્ય કોન્ટ્રાકટબેઝ કર્મચારીઓ પાસેથી પોતાના અંગત લાભ માટે પેન્ડીંગ રીડીંગ રખાવી બાદમા મીટર બાળવા અને બિલના બને તેવી ગોઠવણ અમુક ચબરાકો હજુ પણ કરે છે,.તેવી ચર્ચાઓ થાય છે,.. તેમાં ઘણા સુપરવિઝન કરતા કર્મચારી અધિકારીઓ પણ pending unit બાબતે આંખ આડા કાન કરે છે, કારણ કે તે આવા કૌભાંડોમાં કોઈને કોઈ પ્રકારે લાભાન્વિત થયેલા હોય છે કે થતા હોય છે, બાકી પીજીવીસીએલ તંત્ર આટલું બધું અંધારામાં રહે તે કેમ માનવામાં આવે.? જેમાં તેમનો પણ અંગત લાભ ઉપરાંત લેબોરેટરીમા ok કરવા કે યુનિટપેન્ડીંગ રાખવા બાબતે તેમને પણ મળી જાય છે.
જો સાચું હોય તો જાણવા તો ત્યાં સુધી મળી રહ્યું છે કે એક ને એક વિસ્તારમાં ઘણા સમયથી એક જ મીટર રીડર કાર્યરત હોય છે,જે ભૂતકાળમાં અમુક સમય બાદ એરિયા બદલી નાખવામાં આવતા પરંતુ એક ને એક એરિયામાં એક જ મીટરરીડરને રાખવાથી બધાનું હિત સચવાઈ જાય છે, તેમાં પણ ખાસ કરીને ઉદ્યોગનગરમા ઘણા સમયથી પગારથી ચાર ગણો લાભ મેળવનાર કેટલાય સક્રિય છે. ત્યારે આ સમગ્ર કાંડ ઊંડાણપૂર્વકની તપાસ માંગી લેતું છે, જેની બારીકાઇ પૂર્વક તપાસ થાય તો આવા તો કેટલાય કારખાનાઓના નામો સામે આવે તેમ છે જેમાં તમામ કામગીરી સરકારને નુકશાન પહોચાડવા માટે ચાલી રહી છે તેનો પર્દાફાશ થાય તેમ છે.જો કે આ તમામ બાબતોને સમર્થન ત્યારે જ મળી શકે જયારે તટસ્થ તપાસ થાય.