Mysamachar.in-ગાંધીનગર:
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે થોડા સમય પૂર્વે રાજ્યના મોટા શહેરોમાં હોટલો, દુકાનો,રેસ્ટોરન્ટ સહિતના વ્યવસાય ધંધાઓ ૨૪ કલાક ખુલ્લા રાખવા માટેની જાહેરાત કર્યા બાદ ગુજરાતના સ્થાપના દિવસના મધ્યરાત્રીના સરકારે ગેજેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરીને આ કાયદાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે,ત્યારે ૨૪ કલાક ઓપન બજારનું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બની ગયું છે,
આ કાયદાની અમલવારી મુજબ રાજ્યના મોટા શહેરોમાં હાઈવે માર્ગો પર, રેલ્વે સ્ટેશન,એસટી ડેપો, હોસ્પિટલ, ખાણી-પીણીની બજારો, મોલ્સ, પેટ્રોલપંપ પરની તમામ દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ, સિનેમાઘરો વગેરે ૨૪ કલાક ખુલ્લા રાખી શકાશે અને હવેથી પોલીસ કે અન્ય વહીવટીતંત્ર આ દૂકાનો બંધ કરવા ફરજ પાડી શકશે નહીં અને આ કાયદા મુજબ નાના શહેરો ગ્રામ્ય વિસ્તારોમાં છૂટ આપવામાં આવી નથી,
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની જાહેરાત બાદ શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આ કાયદાની અમલવારી માટે કાર્યવાહી હાથ ધરીને રાજ્યપાલ પાસે મંજૂરી મેળવી હતી.ત્યારબાદ ચૂંટણીપંચની પણ મંજૂરી માંગવામાં આવી હતી,જે મળી જતા હવે રાજ્યના મોટા શહેરોમાં ૨૪ કલાક ઓપન માર્કેટ ખુલ્લી રાખવાનો માર્ગ મોકળો થઈ જતા વેપારીઓમાં આનંદની લાગણી ફેલાઈ છે.