Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
એકબાજુ લોકસભાની ચૂંટણીના ગરમા ગરમી નો માહોલ જામતો જાય છે, તો બીજી તરફ આઈપીએલની મેચો પર મોટાપાયે ક્રિકેટનો સટ્ટો રમવામાં પણ જુગારીયાઓ મશગુલ છે, તેવામાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે IPLની મેચો પર રમાતા સટ્ટાના નેટવર્કને LCBએ ઝડપી લઇ બે શખ્સોની ૧.૫૦ લાખ પરના મુદ્દામાલ સાથે ધરપકડ કરતા સટોડિયાઓમાં ભાગદોડ મચી ગઇ છે,
દરોડાની વિગત એમ છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે રહેતા બિમલ તન્ના અને સુરજકરાડીના પ્રવીણ ઉર્ફે પલ્લો માણેક નામના શખ્સો IPLની ચાલી રહેલ પંજાબ કિંગ્સ ઈલેવન અને દિલ્હી કેપિટલ ટીમ વચ્ચે ચાલતા મેચો પર સટ્ટો રમાડતા હોવાની બાતમીના આધારે LCBએ દરોડા પાડીને આ બંને શખ્સોને ઝડપી લઇ તેમના કબજામાંથી રોકડ, જુગાર રમવાના સાધનો મળીને કુલ ૧.૫૫ લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે અને દ્વારકાના પલ્લુ લોહાણા પાસે કપાત કરાવીને આ જુગાર રમાડતા હોવાની કબૂલાત આપી છે
વધુમાં આ બંને શખ્સો IPLની મેચો પર મોબાઇલમાં ડાયમંડ સોફ્ટવેર આઈડી ના માધ્યમથી સોદા કરીને ખાસ કરીને રન ફેર, વિકેટ પર અને ઓવરના પરિણામ પર મોબાઈલો દ્વારા અલગ-અલગ ગ્રાહકો સાથે સોદા કરીને પૈસાની હાર-જીતનો સટ્ટો રમાડતા હોવાનું ખૂલવા પામ્યું છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ દરોડાના પગલે ક્રિકેટના સટોડિયાઓમાં હાલ તો ફફડાટ ફેલાયો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.