Mysamachar.in-ગાંધીનગર:
આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યુ હતું કે ભારત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શિક્ષણ તેમજ નોકરીમાં ૧૦% અનામત આપવાની જાહેરાત કરી અને સંસદમાં અને રાજયસભામાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો.ભારત સરકારના આ કાયદાનો અમલ રાજ્યમાં ૨૩જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો હતો.ચૂંટણીની આદર્શ આચાર સંહિતા સમાપ્ત થયા બાદ સરકાર દ્વારા આ કાયદાને લાગુ કરવામાં આવ્યો છે.
નિતિન પટેલે કહ્યું કે આગામીસત્ર થી રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજના મેડિકલ અને એન્જિનિયરીંગના ઉચ્ચ અભ્યાસમાં૧૦% EBCનો અમલ થશે.૨૩,જાન્યુઆરી,૨૦૧૯ ના રોજ સરકારે બિનઅનામત જ્ઞાતિઓને આર્થિક અનામત આપવાનો કાયદો પસાર કર્યો અને તેને અમલમાં મૂકી દીધો છે અને સરકારી ભરતી ચાલે છે તેમાં ૧૦% ટકા આર્થિક અનામતનો કાયદો અમલમાં મૂકી અને લાભ આપવાની શરૂઆત થઈ ગઈ છે.
વધુમાં નિતિન પટેલે કહ્યું કે ધોરણ ૧૨ અને અન્ય શૈક્ષણિક પરિણામો જાહેર થઈ ગયા છે.મેડિકલ એન્જિનિયરીંગ,આઈ.ટી.એન્જિનિયરીંગમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ થશે,ત્યારે આ પ્રક્રિયા ચાલુ થાય ત્યારે આર્થિક રીતે પછાત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ભારત સરકાર દ્વારા કેટલાક નોટિફિકેશન્સ જાહેર કરવામાં આવ્યા છે.આ નોટિફીકેશન્સ અંતર્ગત દરેક વિદ્યાર્થીને ૧૦%નો આર્થિક અનાતમનો ક્વોટાનો લાભ નવી પ્રવેશ પ્રક્રિયામાં મળશે
ત્રણ દિવસ પૂર્વે મુખ્યમંત્રી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ કરવામાં આવી અને ચર્ચા વિચારણા પછી રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.આ નિર્ણયને અન્ય અનામતને નુકશાન ન થાય તે પ્રમાણે લાગૂ કરવામાં આવસે તેને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ વ્યવસ્થા અને મિકેનિઝમ ગોઠવ્યું છે તેના દ્વારા ૧૦% આર્થિક અનામત આપવામાં આવી છે.