Mysamachar.in-અમદાવાદ:
આજનો સમય સોશ્યલ મીડિયાનો યુગ છે, કેટલીય અવનવી એપના માધ્યમથી જો યુવક અને યુવતી ધારે તો આસાનીથી એકબીજાના સંપર્કોમાં આવી શકે છે, પણ આ પૈકીના કેટલાક સબંધો સાચા અને સારા હોય શકે પણ આવા જ કેટલાક સબંધોમાં જો વધુ પડતું આગળ વધી જવાય તો ભારે પસ્તાવાનો વારો આવે છે, રાજ્યના મેટ્રો સીટી અમદાવાદમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જે ભારે ચોકાવનારો છે.
આ કેસમાં પોલીસ મથક પર પહોચી ફરિયાદ કરનાર ફરિયાદી યુવતીનો વર્ષ 2019માં ફેસબુક મારફત એક યુવક સાથે સંપર્ક થયો હતો. ફેસબુક પર અનેક વખત વાતચીત થાય બાદ બંનેએ મોબાઈલ નંબરની આપ-લે કરી હતી. બાદમાં તેઓ ટેલિગ્રામ અને વ્હોટ્સઅપ પર વાતચીત કરતાં બંને વચ્ચે ગાઢ મિત્રતા કેળવાઈ હતી. જોકે બે વર્ષ પહેલાં આરોપી યુવકે યુવતીને ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર પાસે મળવા બોલાવતાં તેઓ મળ્યા હતા. ફરિયાદીના પતિ સવારે નોકરી જતા હોવાની જાણ આરોપીને થતાં તે પોતાની ફોર-વ્હીલ કાર લઈને ફરિયાદીના ઘર પાસે આવતો અને ફરિયાદીની સાથે લગ્ન કરવાની ખાતરી આપીને વિશ્વાસ કેળવ્યો હતો.
જોકે ગત મહિને ફરિયાદી યુવતીના પતિને નાઈટ શિફ્ટ હોવાની જાણ થતાં આરોપી તેના ઘરે આવ્યો હતો અને ફરિયાદીને મકાનના બીજા રૂમમાં લઇ જઇને લગ્નની લાલચ આપીને તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાદમાં આરોપી યુવતીને અવાર નવાર મળવા માટે બોલાવતો હતો. પરંતુ જો યુવતી કોઈ જવાબ ના આપ તો તેના મકાન પાસે આવી જતો અને ડોર બેલ વગાડીને યુવતીને પરેશાન કરતો હતો. અને યુવતી સાથે વાતચીત કરવા માટે દબાણ કરતો હતો.
આમ ફરિયાદીની દીકરી બહાર ગઈ હતી ત્યારે પણ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. એટલું જ નહીં તેઓ વચ્ચેની વાતચીતની જાણ તેના પતિને કરી દેવાની ધમકી આપીને શારીરિક સંબંધ બાંધીને બદનામ કરવાની ધમકી આપતા, અંતે યુવતી એ સમગ્ર ઘટનાની જાણ તેના પતિને કરીને પોલીસને આ બાબતની જાણ કરી હતી. હાલમાં પોલીસે યુવતીની ફરિયાદ દાખલ કરીને આરોપીની પૂછપરછ શરૂ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.