Mysamachar.in-જામનગરઃ
કહેવાય છે કે, આપણે જેવો ખોરાક ખાઈએ છીએ તેની અસર આપણાં શરીર અને સ્વાસ્થ્ય પર પડે છે. જેથી સ્વસ્થ રહેવા માટે પોષક તત્વોથી ભરપૂર ખોરાક અને એક્સરસાઈઝને ડેઈલી રૂટીનમાં સામેલ કરવું જરૂરી છે. ઘણીવાર સારું ડાયટ લેવા છતાં શરીરમાં ઘણી સમસ્યાઓ થાય છે, તેની પાછળનું કારણ તમારી ડાયટમાં કોઈ કમી હોઈ શકે છે. તમારા શરીર દ્વારા આપવામાં આવતા સંકેતોને ઈગ્નોર કરવા નહીં અને તરત ડાયટ પર ધ્યાન આપવું. એવા સંકેતો વિશે જે જણાવે છે કે તમારું ખાનપાન ખરાબ છે.
કબજીયાતની સમસ્યા ત્યારે થાય છે જ્યારે તમારા શરીરમાં પાણી, એક્સરસાઈઝ અને ડાયટમાં ફાયબરની કમી. જેથી ડાયટ પર ધ્યાન આપો અને હોલગ્રેન, નટ્સ અને ફાયબરથી ભરપૂર ડાયટ ફોલો કરો. શ્વાસમાં દુર્ગંધઃ વજન ઘટાડવા લો કાર્બ ડાયટ ફોલો કરતાં લોકોના શરીરમાં પ્રોપર ગ્લુકોઝ બનતું નથી. જેનાથી કેટોન નામનું એસિડ બને છે અને શ્વાસમાં દુર્ગંધ પેદા કરે છે. જો તમારી સાથે પણ આવું થઈ રહ્યું હોય તો તરત તમારી ડાયટમાં ફેરફાર કરો. હોઠ પર કિનારેથી ક્રેક થવાઃ બોડીમાં આયર્નની તમીને કારણે હોઠના કિનારે ક્રેક થવાનું શરૂ થઈ જાય છે. ફંગર અને બેક્ટેરિયલ ઈન્ફેક્શનને કારણે પણ આવું થઈ શકે છે. તેને ઠીક કરવા માટે સારું ડાયટ ફોલો કરો અને હોઠ પર બામ લગાવો.
સ્કિનની સમસ્યાઃ તમારી સ્કિન તમારી હેલ્થ વિશે ઘણું બધુ જણાવે છે. સારો ખોરાક ન ખાવાને કારણે સ્કિન સંબંધી સમસ્યાઓ જેવા કે પિંપલ્સ અને એક્ને થાય છે. આ સિવાય બોડીમાં કેલ્શિયમની કમીને કારણે પણ શરીરમાં સફેદ પેચ થવા લાગે છે. જો તમને આવી સમસ્યાઓ થઈ રહી હોય તો પોષણથી ભરપૂર ડાયટ ફોલો કરો. વાળ ખરવાઃ વાળ ખરવા અને પાતળા થવા તમારા શરીરમાં આયર્નની કમી દર્શાવે છે. આયર્ન શરીર માટે બહુ જ જરૂરી છે. તે રેડ બ્લડ સેલ્સનું નિર્માણ કરે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ડાયટમાં લીલાં શાકભાજી અને વિવિધ ફળોને સામેલ કરો.