Mysamachar.in:અમદાવાદ
દિવસે ને દિવસે સાઈબર ક્રાઈમના ગુન્હાઓની સંખ્યામાં વધારો થતો જાય છે, તેની સામે લોકોએ ખુબ જાગૃત થવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે, અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આધારકાર્ડ લીંક કરાવવાના નામે 16 લાખ એકાઉન્ટમાં થી સાફ થઇ જતા વેપારીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, નવરંગપુરા વિસ્તારમાં રહેતા નીતિન શાહના ઈમેલ પર 9 માર્ચે વોડાફોન કંપનીના ભળતા નામનો ઇમેલ આવ્યો હતો કે તમારું આધારકાર્ડ મોબાઈલ સાથે લિંક નહિ કરવામાં આવે તો ફોન બંધ થઈ જશે. જેથી નિતિને આધારકાર્ડ સ્કેન કરી ઈમેલ કરી આપ્યું હતું. 12 માર્ચે નીતિનનો ફોન બંધ થઈ જતાં તેણે વોડાફોન સ્ટોર પર તપાસ કરતા વાપીથી કાર્ડ બંધ થઈ નવું પોસ્ટપેઈડ કાર્ડ ઇસ્યુ થઈ ચૂક્યું છે. કાર્ડનો દુરુપયોગ કરી કોઈ છેતરપીંડી થઈ હોવાની આશંકા લાગતા નીતિને બેંક એકાઉન્ટ જોતા અલગ અલગ 3 ટ્રાન્ઝેક્શનથી રૂ. 16 લાખ અજાણ્યાં શખ્સના ખાતામાં ટ્રાન્સફર થયાં હતાં. નવરંગપુરા પોલીસે ખાતા નંબર અને મોબાઈલ નંબરના આધારે તપાસ શરૂ કરી છે.