Mysamachar.in-અમદાવાદઃ
શનિવારે જામનગર સહિત રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેતાં ખેડૂતોની ચિંતા વધી છે, આ ચિંતામાં વધારો કરતી આગાહી રાજ્યના હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના જયંત સરકારે જણાવ્યું કે 27 જાન્યુઆરીએ જામનગર, રાજકોટ, પોરબંદર અને દ્વારકામાં કમોસમી વરસાદ થવાની સંભાવના છે. ગુજરાતમાં સૌરાષ્ટ્ર સિવાય મધ્ય ગુજરાતમાં 28 જાન્યુઆરીએ વડોદરામાં સામાન્ય વરસાદની સંભાવના છે. લઘુતમ તાપમાન ગઈકાલની સરખામણીએ 3 ડિગ્રી ઉંચુ નોંધાતા ઠંડી ઘટી છે, બીજી તરફ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે વાદળો ગુજરાત પર આવી રહ્યા છે. વાદળ છાયા વાતાવરણના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જામનગર સહિત અન્ય જીલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. ત્રણ દિવસ ઠંડીમાં રાહત મળ્યા બાદ ફરીથી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. પોષ મહિનાની અમાસ બાદ શિયાળાની ઠંડીનો છેલ્લો ચમકારો જોવા મળી રહ્યો છે. મહા મહિનાની આ ઠંડી પછી શિયાળો વિદાય લેવાની શક્યતા છે.