Mysamachar.in-રાજકોટ:
કેન્દ્ર સરકારની લોકોને આરોગ્યની ઉત્તમ સેવા પૂરી પાડવા માટે તાજેતરમાં આયુષ્યમાન ભારત યોજના અમલમાં મૂકીને આ યોજના હેઠળ નિયત સ્થળે કાર્ડ કાઢી આપવાની શરૂઆત કરવામાં આવી છે.જેનો અમુક લેભાગુ તત્વો લાભ લઈને આ કાર્ડ દીઠ ૧૦૦ રૂપિયા લઈને છેતરપીંડી આચરવામાં આવતો હોવાનો રાજકોટમાં મોટો ખુલાસો થયો છે,
મળતી વિગત મુજબ રાજકોટમાં નંદા હૉલ પાસે એક કોમ્પ્યુટરની ઓફિસમાં આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ કાઢવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠતા જિલ્લા પંચાયત અને કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરીને બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા, જેમાં સંદીપ નામનો શખ્સ મોરબીના સેન્ટર સંચાલકના IDના આધારે આ કાર્ડ કાઢી આપતો હોવાનું ખૂલ્યું છે,આ શખ્સોની પોલીસને સોંપવામાં આવ્યા છે,
જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં કોઈ પણ જાતની મંજૂરી વગર કાર્ડ કાઢી આપતા હતા અને લોકો પાસેથી ૧ કાર્ડ દીઠ ૧૦૦ રૂપિયા ઉઘરાવતા હોવાનું બહાર આવ્યું છે,હાલ પોલીસે આ બે શખ્સોની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરીને અત્યાર સુધીમાં કેટલા આવા કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. તેની તપાસ હાથ ધરી છે,
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે દેશભરમાં લોકોને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે 5 લાખ સુધીની તબીબી સહાય માટે આયુષ્યમાન ભારત યોજના અમલમાં મૂકી છે.જે અન્વયે જે-તે હોસ્પિટલમાં તેમજ જન આરોગ્ય કેન્દ્ર ખાતે આ કાર્ડ કાઢી આપવામાં આવે છે તેવું જાણવા મળે છે અને જે-તે લોકોના 2011ની વસ્તી-ગણતરી પ્રમાણે બી.પી.એલ. યાદીમાં નામ હોય તેને આ સુવિધા હેઠળ સમાવેશ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે,
ત્યારે આયુષ્યમાન ભારત યોજના કાર્ડ કાઢવા માટે અમુક લેભાગુ તત્વો લોકોને છેતરતા હોવાનો આ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.