Mysamachar.in-ગુજરાત
ટેકનોલોજીનો વ્યાપ વધવાને સાથે દુરુપયોગના ખુબ કિસ્સાઓ વધી રહ્યા છે, ઓનલાઈન ફ્રોડની દિવસે ને દિવસે સંખ્યા વધી રહી છે, ત્યારે લોકોએ પણ ટેકનોલોજીનો વપરાશ કરવો જોઈએ પણ સાવચેતી પણ એટલી જ જરૂરી છે, ફોન પર અજાણી છોકરીનો ફોન આવે છે કહે છે કે, ‘મારા જોબ ઈન્ટરવ્યુમાં તમારો મોબાઈલ નંબર ભૂલથી નંખાઈ ગયો છે તમે ઓટીપી મને આપો’, આ ઓટીપી નંબર આપવો નહીં. આવી રીતે અનેક લચામણી ઓફરો આપીને ઠગ ટોળકીઓ દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હોય છે. બેન્કથી બોલુ છું, ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ બંધ થઈ ગયું છે તેને ફરી શરૂ કરવા માટે તમારા નંબર પર આવેલો ઓટીપી માંગશે આ રીતે કોઈને ઓટીપી આપવાથી બચવું જોઈએ.
વેબસાઈટ પર સર્ફિંગ કરતી વખતે પોપઅપ્સ એડ દેખાશે. જેમાં 6 મહિના નેટફ્લિક્સનું સબસ્ક્રિપ્શન ફ્રી મળશે, આવી એડ પર ક્લિક કરવી નહીં, ફોનમાં મેસેજ આવશે કે, તમે 25 લાખ રૂપિયા જીત્યા છો, લોટરી ક્લેઈમ કરવા માટે આપેલી લિંક પર ક્લિક કરો. આવી લિંક પર ક્લિક કરવું નહીં.આમ આવી ભૂલો કરી અને કેટલાય વેપારીઓ સહિતના લોકોએ લાખો રૂપિયા વિશ્વાસમાં આવીને ગુમાવ્યા છે માટે ફોન પર આવતા અજાણ્યા કોલ્સ, મેસેજ અને લીંકની ખરાઈ કર્યા વિના આગળ વધવું હિતાવહ નથી.






