Mysamachar.in-અમદાવાદ:
આજની ભાગદોડવાળી જીંદગીમાં કોઈક લોકો જ એવા હશે કે જેને દવાઓ લીધા વિના સારી ઊંઘ આવી જતી હશે, ત્યારે દરેક વ્યક્તિની આમ તો ઈચ્છા એવી જ હોય છે કે તેને રાત્રીના ફર્સ્ટક્લાસ ઊંઘ આવી જાય…અને એક સારી ઊંઘ જેટલી તમારા શરીર માટે જરૂરી છે, એટલી જ તમારા મુડ માટે પણ છે. જો ઊંઘ પુરી થાય તો દિવસ સારો રહે છે અને તબીયત પણ તંદુરસ્ત રહે છે. અન્યથા દિવસભર કામ કરવાનો મુડ પણ કેટલાય ને રહેતો નથી, પરંતુ આજે અમે આપને રાત્રીના સારી રીતે ઊંઘ આવે તે માટેની કેટલીક ટીપ્સ આપવા જઈ રહ્યા છીએ..
ઘણા લોકોને મોડીરાત્રીના ભોજનની આદત હોય છે જેને કારણે ગેસ,એસીડીટી,સહિતના પ્રશ્નો ઉઠી શકે છે, રાત્રે તમારા ખાવામાં થોડી લાપરવાહી તમારી ઊંઘ બગાડી શકે છે. રાત્રે ઊંઘતા પહેલા કઈ ચીજ વસ્તુ ન ખાવી જોઈએ.જેમાં ઊંઘતાપહેલા ફાસ્ટફૂડ ક્યારે પણ ન ખાવું જોઈએ. આ તમને માત્ર બિમાર નથી કરતું, પરંતુ તમારા શરીરમાં ચરબી પણ વધારે છે. જેથી કોલેસ્ટ્રોલ સહિતની બીમારીઓ ઘર કરવા લાગે છે, રોજ શરાબ પીવાથી તમારી રાતની ઊંઘ ખરાબ થઈ શકે છે. ઊંઘતા પહેલા ચોકલેટ ખાવી, તેમાં પણ ડાર્ક ચોકલેટ તમારી તબીયત માટે સારી નથી. ઊંઘતા પહેલા ચોકલેટ ખાવાની આદત તમારા હૃદય પર ખરાબ અસર કરે છે.રાત્રે ઊંઘતા પહેલા વધુ તેલવાળુ, મિર્ચ મસાલા વાળુ ખાવાથી એસિડ રિફ્લેક્સની સમસ્યાના કારણે તમારી ઊંઘ બગડી શકે છે.તો આવી આદતોમાં જો તમે સપડાઈ રહ્યા હોવ તો અત્યારથી જ ચેતી જવાની પણ જરૂર છે.