Mysamachar.in-જામનગર:
જામનગરમાં બિરાજમાન અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરૂ શ્રી વલ્લભાચાર્યજીના નિધિ તેમજ ભગવદીય ગદાધરદાસજીના સેવ્ય શ્રી મદનમોહન પ્રભુની અસીમ અનુકંપા તેમજ મહાકારૂણિક શ્રી મહાપ્રભુજી એવમ શ્રી ગુંસાઈજી પરમ દયાલના અનુગ્રહથી પૂ. 1008 વ્રજભૂષણલાલજી મહારાજના પ્રપૌત્ર, પુષ્ટિ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી મહાકિવ પૂ. 108 હરિરાયજી મહારાજના સુપૌત્ર તથા પૂ. ગો. વલ્લભરાયજી મહોદયના જયેષ્ઠ આત્મજ ચિ. પૂ. ગો. શ્રી રસાર્દ્રરાયજીના શુભવિવાહ પ્રસ્તાવ શ્રી શ્યામલતા બેટીજી શ્રી દિનેશજી રેહી (રાજકોટ)ના સુપૌત્રી તથા અ.સૌ. શ્રીનીલીમા બેટીજી શ્રી ભૂપેશજી રેહીની સુપુત્રી સૌ.કાં. ચિ. માલવિકાજી સાથે તા. 4/12/24 ના રાત્રે 11 વાગ્યે મેહુલનગર ટેલિફોન એકસચેન્જ રોડ, શ્રીજી મેરેજ હોલ પાછળ, મ્યુનિ. કોર્પોરેશનના ગ્રાઉન્ડમાં યોજાયા છે.
રસાદ્રરાયજીના શુભવિવાહ નિમિતે શ્રી મદનમોહન પ્રભુના વિવિધ મનોરથોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં તા. 27/11/24 ના રાત્રે 9 વાગ્યે મોટી હવેલીમાં વધાઈ કીર્તન, તા. 28/11/24 ના હોટલ કલાતીતમાં રાજસ્થાની સંગીતનો કાર્યક્રમ તા. 29/11/24 ના રાત્રે 9:30 વાગ્યે સયાજી હોટલમાં શાસ્ત્રીય કંઠય સંગીતનો કાર્યક્રમ, તા. 30/11/24 ના રાત્રે 9:30 વાગ્યે હોટલ કલાતીતમાં ગઝલનો કાર્યક્રમ, તા. 1/12/24 ના રાત્રે 9:30 વાગ્યે શુભવિવાહના સ્થળે મ્યુનિ. કોર્પો. ગ્રાઉન્ડમાં હાસ્ય દરબારનો કાર્યક્રમ તથા તા. 2/12/24 ના રાત્રે 9:30 વાગ્યે હાલારી રાસ યોજાશે.
શુભવિવાહ પ્રસ્તાવના પ્રસંગોમાં તા. 3/12/24 ના નિશ્ચય તાંબુલ (બડી સગાઈ) રાત્રે 8 વાગ્યે, તા.4/12/24 ના વરઘોડો તથા મંગલ શુભવિવાહનો પ્રસંગ, તા. 5/12/24 ના બપોરે 12 વાગ્યે બડી પઠોની (વિદાઈ)ના કાર્યક્રમ યોજાશે.
તમામ સાંસ્કૃતિક કાર્યક્રમો અને શુભવિવાહ પ્રસ્તાવનું લાઈવ પ્રસારણ યુ-ટયુબ ચેનલ પર motihavelijamnagar ફેસબુક પર શ્રી મોટી હવેલી જામનગર તથા ઈન્સ્ટાગ્રામ પર v.yuva.sangathan પરથી કરવામાં આવશે.આમંત્રિત મહેમાનો માટે તા. 4/12/24 ના રાત્રે શુભવિવાહના સમયે મહાપ્રસાદ યોજાશે.આ શુભવિવાહ પ્રસ્તાવ પ્રસંગે સૌ આમંત્રીત મહેમાનો, વૈષ્ણવોને પધારવા સમિતિના પ્રમુખ જીતુભાઈ લાલ તથા વજુભાઈ પાબારીએ અનુરોધ કર્યો છે.