Mysamachar.in-ભાવનગર
આપણે ત્યાં ફિલ્મોમાં નકલી અધિકારીઓની સફળતા જોઈને રીયલ લાઈફમાં પણ આવું કરવાના કેટલાક લોકો પ્રયાસ કરતા હોય છે, તેમાંથી ક્યારેક કોઈક સફળ રહે છે તો ક્યારેક નિષ્ફળ રહે છે, ઘટના રાજ્યના ભાવનગરમાં સામે આવી છે, જ્યાં કાળાનાળા નજીક આવેલ ચંદન જવેલર્સમાં શનિવારે સવારે તેમની દુકાને પોતાની ઓળખાણ ઇન્કમટેક્ષના આસિસ્ટન્ટ કમિશ્નરની આપી તમે જીએસટી સર્ટીફીકેટ કેમ લગાવેલ નથી. તેમ અધીકારી તરીકે વાત કરેલ. અને બાદમા જણાવેલ કે મારે દાગીના ગીફટ કરવા માટે ખરીદવાના છે. તેમ કહેતા વેપારીએ તેમને દાગીના બતાવેલ. અને માત્ર 10 થી 12 મીનીટમા તેમણે રુપીયા 2 લાખના દાગીના ચોઇસ કરી ફટાફટ ડીલીવરી કરવા જણાવેલ. કહેવાતા આ અધીકારીએ વેપારીને ઓનલાઇન પેમેન્ટ કરવાનુ કહી તેમનો બેન્ક ખાતા નંબર વગેરે લઇ મોબાઇલથી તેમા રકમ ટ્રાન્સફર કર્યાનો ડોળ કર્યો હતો.
મીટીંગ હોવાનુ અને પોતાને મોડુ થતુ હોય ફટાફટ માલની ડીલીવરી કરવાનુ કહેતા વેપારીએ જણાવેલ કે અમારી પોલીશી છે કે પૈસા જમા થાય પછી જ અમે માલની ડીલીવરી કરીએ છીએ તેમ કહી વેપારીએ બેન્કમા તપાસ કરતા રકમ તેમના ખાતામા જમા થઇ ન હોવાનુ જણાવાતા.અંતે વેપારીએ કહેવાતા અધીકારીને જણાવેલ કે તમારે મોડુ થતુ હોય તો તમે જાવ પેમેન્ટ અમારા ખાતામા જમા થતાની સાથે જ આપ કહો ત્યા તમને માલની ડીલીવરી પહોંચાડી દઇશુ. અંતે ઓફિસરે જણાવેલ કે સારૂ હુ 4-0 વાગ્યે આવીને અથવા તમને ફોન કરુ ત્યા માલ પહોંચાડી દે જો કહી નીકળી ગયેલ.
કહેવાતા અધિકારી દુકાનેથી ચાલ્યા ગયા બાદ જવેલર્સવાળા તેમના ખાતાવાળા મિત્રોને આ અંગે જાણ કરેલ. જેથી તેઓએ સાદા વેશમા તેમની દુકાને રાહ જોતા બેસેલ પણ તે અધીકારી ફરી દુકાને આવવેલ નહી. અને વેપારીએ અગાઉના ફ્રોડના વીડીયો જોતા તેમા આવેલો અધીકારી કે જેમણે જુનાગઢમાંથી 5 લાખના અને વડોદરામાંથી આ રીતે અધીકારીનો રુઆબ બતાવી દાગીના લઇ છુમંતર થયાનુ જાણવા મળ્યુ હતુ.જો કે આ મામલે ફરિયાદ નોંધાઈ નથી.