Mysamachar.in-સુરત
સુરતના મોટા વરાછા સુદામા ચોક શ્રીનીધી એપાર્ટમેન્ટમાં હીરા દલાલ પતિથી અલગ રહેતી પરિણીતાએ દુધમાં ઉંદર મારવાની દવાઓ નાંખી બે સંતાનને પીવડાવી અને પોતે પણ પી લઈ આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે,. તો દુધમાં દવા ભેળવી પી જનાર માતા-સંતાનનોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.વાત એવી છે કે મોટાવરાછા સુદામા ચોક શ્રીનીધી એપાર્ટમેન્ટમાં રહેતા લતાબેન જીતેશ લાઠીયાએ શનિવારે પાંચ વાગ્યે તેની પુત્રી શ્લોકા અને પુત્ર ને ઉંઘમાંથી ઉઠાડી દુધ પીવડાવ્યું હતું અને પોતે પણ એક ગ્લાસ દુધ પીધુ હતું. ત્યારબાદ થોડીવારમાં ત્રણેય જણાને ઉલ્ટી થવા લાગતા લતાબેને બંને સંતાનોને હું જીંદગીથી કંટાળી ગઈ છું.
જેથી હું મરી જાઉ અને તેમને પણ મારી નાખું તેવું કહી નક્કી કરીને મે ઉંદર મારવાની દવાની ગોળી દુધમાં નાંખી દીધી હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ લતાબેને જાતે જ તેના ભાઈ મનોજને ફોન કરતા તેઓ દો઼ડી આવી સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા.સામુહિક આત્મહત્યાના પ્રયાસના બનાવની જાણ થતા અમરોલી પોલીસ દોડતી થઈ હતી. વધુમાં પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ લતાબેનના પતિ જીતેશ લાઠીયા મુંબઈમાં હીરા દલાલીનું કામ કરે છે. અને અઠવાડિયામાં રજાના દિવસોમાં સુરત આવતો હતો. પરંતુ પત્ની સાથે થતા ઝઘડાથી જીતેશ છેલ્લા દોઢ બે વર્ષથી તેના ભાઈના ઘરે રહેતો હતો..પોલીસે બનાવ અંગે લતાબેનના પતિ જીતેશ લાઠીયાની ફરિયાદ લઈ લતાબેન સામે આઈપીસી કલમ ૩૦૭ મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.