Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જીલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ગુન્હેગારોને પોલીસ દાદાનો ડર ન રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.એવામાં જાહેર સ્થળ પર માથાભારે શખ્સો દ્વારા વિદ્યાર્થીઓને માર મારવામાં આવે અને છતાં પોલીસ હાથ પર હાથ ધરીને બેસી રહે તે બાબત કેટલી યોગ્ય કહી શકાય ?
જે વિદ્યાર્થીઑ આ શખ્સોના મારનો ભોગ બન્યા છે તે ચેલા ગામના ૪ વિદ્યાર્થીઓએ જામનગર SP ઓફિસમાં આપેલ લેખિત રજૂઆતમાં જણાવ્યુ છે કે તેવો દરરોજ અભ્યાસઅર્થે ST બસમાં અપડાઉન કરે છે.ત્યારે તેવોની સાથે અમુક માથાભારે તત્વો પણ આ બસમાં હથિયારો સાથે આવે છે,અને બસમાં મુસાફરી કરી રહેલા અન્ય વિદ્યાર્થીઓ પર દાદાગીરી મારકૂટ કરીને જોહુકમી ચલાવે છે.અને જો કોઈ સામે થાય તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવે છે,
એવામાં વાત છે ગત તારીખ ૮ની જ્યારે ૧૧.૩૦ વાગ્યાના સમયે પોતાના નિયત રૂટમાં ચેલા ગામના આ વિદ્યાર્થીઓ બસમાં આવી રહ્યા હતા, ત્યારે માથાભારે શખ્સોમાંનો એક શખ્સ આ બસમાં સવાર હતો,અને તે આ ચારેય વિદ્યાર્થીઓને બેફામ ગાળો ભાંડતો હતો.ત્યારે વિદ્યાર્થીઓએ તેને ગાળો ના આપવા સમજાવતા તે ખૂબ ઉશ્કેરાઈ ગયો હતો અને જામનગર બસ પહોંચે તે પૂર્વે તેને તેમના અન્ય સાગરીતોને પણ ફોન કરીને ST ડેપો ખાતે બોલાવી લીધા હતા,અને જેવા આ વિદ્યાર્થી બસ નીચે ઉતાર્યા કે તેને પટ્ટા વડે માર મારવાનું શરૂ કરી દીધું હતું,
ST બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળ પર આ રીતે ખુલ્લેઆમ થયેલ દાદાગીરીના દ્રશ્યો CCTVમાં પણ કેદ થઈ ગયા છે.તો ૪ વિદ્યાર્થીઓએ પોતાને માર મારનાર આ તત્વો સામે પગલાં લેવા માટે જીલ્લા પોલીસ વડાની કચેરીમાં 5 દિવસથી CCTV MLCના કાગળો સાથે અરજી કરેલ હોય છતાં પણ કોઈ પોલીસ દ્વારા ફરિયાદ ન લેવામાં આવતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.