Mysamachar.in-વલસાડ
ગુજરાત ATS ને મળી છે. વધુ એક સફળતા… વલસાડના ભીલાડની રાધે હોટેલના પાર્કિંગમાંથી 4 આરોપીઓને MD ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે, ગુજરાત એટીએસની ટીમે આરોપીઓ પાસેથી 274 ગ્રામના એમડી ડ્રગ્સના જથ્થાને કબજે કર્યો છે, જેની કીમત 27 લાખ 43 હજાર જેટલી થાય છે, ગુજરાત એટીએસને બાતમી મળી હતી કે, વલસાડની એક હોટલમાં એમડી ડ્રગ્સની હેરાફેરી થઈ છે. ત્યારે બાતમીના આધારે ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી.
ત્યારે આ MD ડ્રગ્સ મુંબઇનો અશરફખાન અને ભરૂચનો સીરાજ સોનવી ડિલીવરી આપવા માટે લઈ આવ્યા હતા. ભરૂચનો યાહિયા પટેલ અને સુરતનો તોસિફ તોતલા બંને પાસેથી MD ડ્રગ્સની ડિલીવરી લેવા આવ્યા હતા. ભિલાડની રાધે હોટેલના પાર્કિંગમાં ડિલિવરી કરી રહ્યા હતા, ત્યારે ચારેય આરોપીઓને એટીએસએ ઝડપી પાડ્યા હતા. ડ્રગ્સ મુંબઈથી લાવવવામાં આવ્યું હતું અને સમગ્ર સુરત તથા ભરૂચ શહેરમાં વેચાણ કરવાની પૈરવી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.