My samachar.in:મહેસાણામાં
રોજ બરોજ લાંચના છટકામાં એક બાદ એક લાંચિયાઓ એસીબીની ઝપટે ચઢી રહ્યા છે ત્યારે વધુ એક મહિલા પોલીસકર્મી એસીબીની ઝપટે મહેસાણામાં ચઢી ગઈ છે, આ કેસમાં ફરીયાદીના ભાઈ તથા મિત્રોનાં નામે સાંથલ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળનો ગુનો નોંધાયેલ હોય આ ગુનાના કામે નામદાર કોર્ટના હુકમ આધારે પોલીસ સ્ટેશનમાંથી મુદ્દામાલ છોડવા ફરિયાદી, તેમના ભાઈ તથા મિત્રો પાસેથી મુદ્દામાલ છોડવા બાબતે આશાબેન કાનજીભાઈ ચૌધરી વુમન પોલીસ કોન્સ્ટેબલ, સાંથલ પો.સ્ટે. જિ.મેહસાણા 2500 ની માંગણી કરેલ.જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ. જે ફરીયાદીની ફરીયાદ આધારે લાંચનાં છટકાનું આયોજન કરતા ઝડપાયેલ મહિલા પોલીસકર્મીએ ફરીયાદી સાથે લાંચની હેતુલક્ષી વાતચીત કરી ફરીયાદી પાસેથી પોતે લાંચના પોલીસ સ્ટેશનમાં જ સ્વીકારતા ઝડપાઈ જતા એસીબીએ વધુ કાર્યવાહી હાથ ધરી છે.