Mysamachar.in-જામનગર:
ભારતમાં જ્યોતિષશાસ્ત્ર ખૂબ જ પ્રચલિત છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ મનુષ્યના જીવનમાં ચડતી-પડતી, સુખ-દુઃખ વગેરે આવે છે. તેમજ વિશ્વમાં ધરતીકંપ, સુનામી વગેરે પણ આવે છે. જામનગરના હર્ષવદન બી. વરિયા (બી.એસ.સી., એલ.એલ.બી.) વર્ષોથી જ્યોતિષશાસ્ત્ર તેમજ ખગોળશાસ્ત્રનો ઊંડો અભ્યાસ ધરાવે છે.
તેમની પાસે છેલ્લા ૨૫-૩૦ વર્ષમાં ધરતીકંપ કયા-કયા દેશમાં, કયા સમયે, કેટલી તીવ્રતાનો ધરતીકંપ આવેલ તે વિશેની સંપૂર્ણ માહિતી છે. તેઓ જ્યારે જ્યારે ભૂતકાળમાં ધરતીકંપ આવેલ તેના સમય, સ્થાનના આધારે કયા-કયા ગ્રહો કઈ રાશીમા હતા (જન્મકુંડળી) બનાવી તેનો અભ્યાસ કરી તેમને જાણવા મળ્યું છે કે શનિ, મંગળ, ચંદ્ર, પ્લુટો, બુધ, હર્ષલ વગેરે ગ્રહો ધરતીકંપને અસર કરતા ગ્રહો છે.
જેના આધારે વરિયાભાઈએ ૨૫/૧૨/૨૦૧૮ના ઘણી જગ્યાએ જેમકે NASA (USA), જાપાન, જન્મભૂમિ પંચાંગ, મોટાભાગની ન્યુઝ ચેનલ, તેમજ ISRO વગેરેને ઈમેલથી જણાવેલ કે તા.૨૨/૧૨/૧૮ થી ૦૫/૦૨/૧૯ના સમયગાળા દરમિયાન ધરતીકંપના ઘણા યોગો બનશે, જેમાં ખાસ કરીને ૨૩/૧૨/૧૮, ૨૯/૧૨, ૩૧/૧૨, ૧૯/૦૧/૧૯,૨૦/૦૧ તથા ૦૫/૦૨/૧૯ ના રોજ ૧૦૦ % ધરતીકંપ આવવાની શક્યતા છે. એટલું જ નહીં તે કયા-કયા સ્થળે ધરતીકંપની શકયતા છે. તે પણ ઇમેલમાં જણાવેલ છે.
ગુજરાત સમાચારના તા. ૨૧/૦૧/૨૦૧૯ના અંકમાં પ્રથમ પાના પર જ સમાચાર છે કે તલાળા, સુરેન્દ્રનગર, કચ્છ નો અમુક ભાગ, મહારાષ્ટ્રના અમુક ભાગમાં છેલ્લા ૧૦ દિવસમાં ૬૧ જેટલા ધરતીકંપના આંચકા આવેલ છે અને રવિવાર તા.૨૦/૦૧ ના રોજ ૭ જેટલા ધરતીકંપના આચકા આવેલ.(આ માહિતી Googleમાં પણ છે.) તે જ પ્રમાણે ભારત બહાર ફિલિપાઈન્સમાં ૨૯/૧૨ રોજ, વેસ્ટ બ્રાઝિલમાં ૦૫/01ના રોજ તથા જાપાન વગેરેમાં ૦૮/૦૧ના રોજ ધરતીકંપ આવેલ છે. તા. ૨૩/૧૨/૨૦૧૮ના રોજ ઇન્ડોનેશિયામાં મોટો ધરતીકંપ આવેલ, જેમાં આશરે ૪૧૫ થી વધુ વ્યક્તિઓના મૃત્યુ થયેલ છે. તેમજ ૧૪૦૦૦ થી વધુ વ્યક્તિઓ ઘાયલ થયેલ છે.
Youtube તથા Google ની માહિતી પ્રમાણે તથા માન્યતા મુજબ હજુ સુધી કોઈ ખાસ જ્યોતિષશાસ્ત્રી કે ખગોળવિદ દ્વારા ધરતીકંપની તારીખ સમય સાથે આગાહી કરેલ નથી. જામનગરના હર્ષવદન બી. વરિયા (મોબાઈલ-૯૨૨૮૨૧૯૦૬૦) એ જ પ્રકારની સચોટ આગાહી સમય અને સ્થળ સાથે કરેલ છે અને તે સાચી પડેલ છે જે જામનગરનું ગૌરવ તો છે જ ઉપરાંત ભારતમાં પણ આવી વ્યક્તિ છે જે ધન્યવાદને પાત્ર છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.