Mysamachar.in-અમદાવાદઃ
જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગુરુને ધનનો કારક ગ્રહ ગણવામાં આવે છે. ગુરુ ગ્રહની કૃપાથી મનુષ્યને જીવનમાં તમામ પ્રકારની સુખ સુવિધા પ્રાપ્ત થાય છે, જે વ્યક્તિનો ગુરુ ગ્રહ સારો હોય તે વ્યક્તિને વ્યાપારમાં સફળતા, મનપસંદ પાર્ટનર મળે છે. ગુરુની કૃપાદ્રષ્ટિ દરેક જાતક માટે જરૂરી છે. પરંતુ દરેક સમયે ગુરુનો પ્રભાવ તમારા પર શુભ હોય તેવું જરૂરી નથી. તો અહીં એવા થોડા કામ દર્શાવવામાં આવે છે કે જે કરવાથી ગુરૂની કૃપા તમારા પર હંમેશા રહે. આ સાથે આ તમામ કામ ગુરૂવારે કરવાથી ઉત્તમ ફળ મળે છે. તો જોઈએ ઉપાયો.જો ગુરૂ ગ્રહ નબળો હશે તો તમારી ઉન્નતિ અટકી જશે અને તેના પ્રભાવને દૂર કરવા માટે ગુરૂવારે પીળી વસ્તુઓનું દાન કરવું જોઇએ.
અગિયારસનાં દિવસે કેળાનાં ઝાડની પૂજા કરવી. વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો. ગુરુવારે હળદર અથવા કેસરનું તિલક કરવું. ગુરુવારે ઘીનો દીવો કરી ભગવાન વિષ્ણુની પૂજા કરવી અને કેળા, ગોળ-દાળીયા, ચણાનો લોટ અને ખાંડનો પ્રસાદ ધરાવવો. પૂજા કરી પ્રસાદ લોકોમાં વહેંવો. ગુરુવારે પીળા રંગના કપડા પહેરવા. નવા કામની શરૂઆત ગુરુવારે કરવી. ખાસ કરીને એ કામ કે જેનાથી ધનલાભ થવાનો હોય તે કામની શરૂઆત ગુરુવારે કરવી. આ સાથે ધર્મ-કર્મ અને ખાસ કરીને સોનાની ખરીદી આ દિવસે કરવી.