Mysamachar.in-કુણાલ બારડ: ભાવનગર
ભાવનગરના શિવાજી સર્કલ વિસ્તારમાં આવેલા ગોપી કોમ્પ્લેક્સમાં પટેલ વીડિયો ગેમ પાર્લર નામની દુકાનમાં ASP સફીન હસન અને તેમના સ્ટાફે વીડિયો ગેમ્સની દુકાનમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે બપોરના સમયે દરોડા પાડ્યા હતાં. દરોડા દરમિયાન કશું વાંધાજનક મળી આવ્યું ન હતું. બાદમાં ASP સફીન હસન ગુસ્સે ભરાયા હોય તેમ માર મારતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. ASP સફીન હસને વીડિયો ગેમ્સ પાર્લરમાં હાજર યજ્ઞેશભાઈ મકવાણાને માર મારતા ઈજાગ્રસ્ત યજ્ઞેશભાઈને સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. યજ્ઞેશ મકવાણાએ જણાવ્યુ હતું કે છેલ્લાં 15 વર્ષથી મનોરંજનની દુકાન અને સીઝનલ સ્ટોર ચલાવે છે. CCTV જોવા ઉપર ક્લિક કરો અથવા અમારા ફેસબુક પેજ mysamachar.in ની વિઝીટ કરો.
-આ અંગે ASP સાફિન હસીને કહ્યું કે…
આ મામલે ASP સફીન હસનની પ્રતિક્રિયા લેવામાં આવી ત્યારે તેને કહ્યું કે વિડીયો ગેમને નામે જુગાર ચલાવે છે, અને કાર્યવાહી માટે ગયા હતા, અને અગાઉ કેસ પણ કરવામાં આવેલ અને વાઈરલ થયેલ CCTV અને આક્ષેપ અંગે તેમને કહ્યું કે આ તો પોલીસ પર પ્રેસર ટેકનીક અજમાવવાની વાત છે.