Mysamachar.in-અમદાવાદ:
અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનના ASI મારામારીના કેસમાં ફરિયાદીને લોકઅપમાં ના રાખવા અને ફરિયાદીને ના મારવા 50000ની લાંચ માંગી હતી. તે લાંચ લેતા ASIને ACBએ રંગે હાથે ઝડપી લીધા હતા. આરોપીની ધરપકડ કરીને ACBએ વધુ તપાસ હાથ ધરી છે. એક વ્યક્તિને 26 ઓક્ટોબરે અન્ય વ્યક્તિઓ સાથે ઝઘડો થયેલો તે બાબતે આ ફરીયાદીએ 2 નવેમ્બરે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ આપેલી અને ફરીયાદી પર પણ સામાવાળાએ 13 નવેમ્બરે ફરીયાદી વિરૂધ્ધ ફરીયાદ આપી હતી.
મારામારી મામલે સામસામે ગુનો નોંધાયો હતો. ફરીયાદીના સામાવાળાઓ પોલીસ સ્ટેશન હાજર થઇ જામીન મેળવી લીધા હતા.આ કેસમાં આરોપીને જામીન લેવાના બાકી હતા, ત્યારે નારણપુરા પોલીસ સ્ટેશનના ASI અનિલ શુક્લાએ તેમના મોબાઇલથી તેને ફોન કરેલો અને કહેલું તારા વિરૂધ્ધ ફરીયાદ થયેલી છે. જેથી પોલીસ સ્ટેશન આવી મને મળજે. એસીબીને ફરિયાદ કરનાર મળવા જતા ASI અનિલ શુકલાએ જણાવેલું કે, તારે લોકઅપમાં ના રહેવું હોય અને માર નહીં ખાવો હોય. તેમજ બારોબાર કોર્ટમાં રજુ થવુ હોય તો તારે 50,000 રૂપિયા આપવા પડશે.
માર મારવાના ગુનામાં આરોપીએ એએસઆઈ અનિલ શુકલા સાથે મોબાઇલ પર વાત કરીને તેની પાસે લાંચના નાણાની માંગણી કરેલી હતી. જે લાંચની રકમ માર મારવાના કેસનો આરોપી આપવા માંગતો ન હતો. જેથી એ.સી.બી.નો સંપર્ક કરી તેણે ફરિયાદ આપતા ACBએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. નારણપુરા પોલીસ સ્ટેશનનું સામેના ફૂટપાથ પરથી જ ACBએ ASI અનિલ શુકલાને 50,000ની લાંચ લેતા ઝડપી લીધો હતો. આ સમગ્ર મામલે એસીબી આરોપીને ઝડપી પાડી તેની વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરી છે.