Mysamachar.in-જામનગર:
જામનગર એન્ટી કરપ્શન બ્યુરોએ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક પોલીસકર્મી પર છટકું ગોઠવી અને લાંચ લેતા ઝડપી પાડ્યો છે, આશ્ચર્યની વાત એ છે કે જેની સામે એ.એસ.આઈ.નાણાકીય ગેરરીતિની અરજીની તપાસ કરતા હતા તેની પાસેથી જ લાંચની માંગણી કરી લેતા એસીબીએ રંગેહાથ ઝડપી પાડ્યા છે, આ અંગે એસીબીએ જાહેર કરેલ વિગતો એવી છે કે….
ગાંધીનગર સેકટર-૭ પોલીસ સ્ટેશનમાં અશોક બેચરભાઇ ચૌધરી, એ.એસ.આઇ. તરીકે ફરજ બજાવે છે. તેણે જેની વિરૂધ્ધ નાણાકીય લેતી દેતી અંગે ગેરરીતીની અરજી થયેલ તેની તપાસ ASI અશોક ચૌધરી પોતે ચલાવતા હોય તેણે ફરીયાદી એટલે કે જેની વિરુદ્ધ નાણાકીય ગેરરીતી અંગેની અરજી થયેલ હતી તેવોને તપાસમાં હેરાનગતી નહી કરવા અને ગુન્હો દાખલ નહી કરવાના અવેજ પેટે 2 લાખની લાંચની માંગણી કરેલ. જે અંગે ફરિયાદીએ જામનગર એસીબીનો સંપર્ક કરતા ફરીયાદીની ફરીયાદ આધારે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન આક્ષેપીત ASI એ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની રકમ રૂપિયા 2 લાખ માંગી સ્વીકાર કરતા ટ્રેપિંગ અધિકારી જામનગર એસીબી પોલીસ ઇન્સ્પેકટર આર.એન.વિરાણી અને તેની ટીમને હાથે ઝડપાઈ ગયા હતા.
