Mysamachar.in-સુરેન્દ્રનગર
રાજ્યમાં અનલોક વચ્ચે એસીબી પણ સક્રિય થઇ હોય તેમ એક બાદ એક કેસ સામે આવી રહ્યા છે, આજે સુરેન્દ્રનગરમાં વધુ એક લાંચિયા ASI અને વાચેતીયો લાંચ લેતા ઝડપાઈ ચુક્યા છે, કેસ એવો છે કે આ કેસમાં ફરીયાદી ઉપર મુળી પોલીસ સ્ટેશનમાં ઈંગ્લીશ દારૂનો કેસ થયેલ જે કેસની તપાસ ASI મહેન્દ્રસિંહ સજુભા ઝાલા, કરતા હોય તેને રિમાન્ડ દરમ્યાન ફરીયાદીને માર નહી મારવા તેમજ રેડ દરમ્યાન ફરીયાદી પાસેથી કબ્જે કરેલ આઇફોન મોબાઇલ કબ્જે નહી કરી પરત આપવાના અવેજ પેટે મહેન્દ્રસિંહ સજુભા ઝાલા,
એ રિમાન્ડ સમય દરમ્યાન ફરીયાદી પાસે રૂા.૫૦,૦૦૦/- ની માંગણી કરી રકઝકના અંતે ફરીયાદી જામીન ઉપર છુટે પછી રૂા.૩૦,૦૦૦/- ની લાંચ આપવાનું નક્કિ કરેલ. ફરીયાદી આ કામના લાંચિયા ASIને માંગેલ લાંચના રૂા.૩૦,૦૦૦/- આપવા માંગતા ન હોય જેથી રાજકોટ શહેર એ.સી.બી. ખાતે પોતાની ફરીયાદ જાહેર કરેલ. ફરીયાદીની ફરીયાદ આધારે આજરોજ તા.૨૫/૦૬/૨૦ ના મુળી, સુરેન્દ્રનગર ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના મહેન્દ્રસિંહ સજુભા ઝાલા, ફરીયાદી પાસે અગાઉ નકકી થયા મુજબ રૂા.૩૦,૦૦૦/- ની માંગણી કરી લાંચની રકમ મનસુખભાઇ ઇશ્વરભાઇ લબકામણાને આપવા જણાવતા, તેને ફરીયાદી પાસે થી ASI વતી લાંચની રકમ માંગી સ્વીકારી, બન્ને આક્ષેપિત લાંચના છટકામાં ઝડપાઇ જવા પામતા સુરેન્દ્રનગર પોલીસબેડામાં ફફડાટ ફેલાઈ ચુક્યો છે.આ કાર્યવાહી મદદનીશ નિયામક એચ.પી.દોશી ના માર્ગદર્શન હેઠળ પી.આઈ.એમ.એમ.સરવૈયાની ટીમ દ્વારા કરવામાં આવી છે,