Mysamachar.in-જામનગર
જુદા જુદા ફાળોનું સેવન કરવું એ સ્વાસ્થ્ય માટે લાભદાયી હોય છે. જેવું ફળ તેવા તેના ફાયદાઓ હોય છે, આ જે ફળ છે તે ફળ માં 10 સફરજન જેટલાં વિટામિન્સ હોય છે. તે ફળ ઘણી બધી બીમારીઓથી મુક્ત કરે છે અને આપણા સ્વસ્થ્ય ને સારું બનાવે છે. આ ફળ કીવી છે. જે બહુ ફાયદાકારક ફળ છે. ન્યુઝીલેંડ અને ઈટલીનું પ્રખ્યાત એવાં ફળ કીવીની ખેતી હવે આપણાં ભારતમાં હિમાચલ પ્રદેશમાં થવા લાગી છે. કીવીના છોડને હવે હિમાચલનું વાતાવરણ અનુકૂળ આવી ગયું છે.
કીવી જમ્મુ -કશ્મીર, ઉત્તરાખંડ, સિક્કિમ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ વગેરે જેવા પહાડી રાજ્યોમાં કીવીની ખેતી થાય છે. કીવીએ એવું ફળ છે જે ખાવાથી શરીરમાં એક અલગ પ્રકારની શક્તિ આવે છે. દેખાવમાં તો આ ફળ ચીકુ જેવું જ લાગતું હોય છે. તેનો બહારનો રંગ ભૂરો હોવા છતાં તેને કાપતાં આ ફળ અંદરથી લીલા રંગનું હોય છે,
આ ફળ સૌથી પહેલા ચીનમાં ઉગાડવામાં આવ્યું હતું. તે સૌથી વધારે પહાડી ક્ષેત્રોમાં જોવા મળે છે. કીવી વધારે તો ઠંડા પ્રદેશોમાં જ ઉગાડવામાં આવે છે. આ ફળ ખાવામાં એકદમ રસદાયક અને સ્વાદિષ્ટ હોય છે, કીવી વિષે એવું પણ કહેવાય છે કે ‘કીવીના જ્યુસનો એક ગ્લાસ પીવાથી એક લોહીના બાટલા ચડાવ્યા બરાબર કહેવાય.’ આ ફળના સેવનથી આવા ઘણા ફાયદા થાય છે..જેમકે કોઈ વ્યક્તિને હંમેશા પેટ ખરાબ રહતું હોય કે પછી કબજિયાતની સમસ્યા હોય તો તેમણે કીવીને અવશ્ય ખાવું જોઈએ. કીવીમાં ભરપુર માત્રમાં ફાયબર મળે છે. પેટને લગતી તમામ સમસ્યાઓ માટે કીવીનો ઉપયોગ લાભદાયક હોય છે.
-કીવી આપણા શરીરમાં પાચનતંત્રની શક્તિ વધારે છે. તેમાં એક્ટીનીડેન નામનું તત્ત્વ હોવાથી તે જમવાનું જલ્દી પચાવવામાં મદદ કરે છે. જો જમવાનું સરખી રીતે અને યોગ્ય સમયે પચવા લાગે તો તમારું પાચનતંત્ર પણ સરખું થઈ જાય છે.
-જો સમયસર નીંદર નથી આવતી કે તેનાં જેવી કોઈપણ ઊંઘની સમસ્યાથી પરેશાન હોઈએ તો આ ફળનું સેવન જરૂર કરવું. જો રાત્રે સુતાં પહેલાં 2 કીવી ખાઈએ તો સરસ ઊંઘ આવી જશે.
-આંખો માટે પણ કીવી ખૂબ લાભદાયી હોય છે. કીવી ખાવાથી આંખોની સમસ્યા દૂર થઈ જાય છે.
-કીવી ગર્ભવતી મહિલાને જરૂરી એવા પોષકતત્વો પૂરા પાડે છે અને ગર્ભપાતની શક્યતા ઘટાડે છે. ગર્ભમાં રહેલ બાળકના વિકાસ માટે પણ કીવી ફાયદાકારક સાબિત છે. ગર્ભવતી મહિલાઓ માટે કીવીનું સેવન ગુણકારી રહે છે.
-કીવીમાં રહેલ વિટામિન Cથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. તેમાં રહેલ પોષકતત્વો રોગો સામે લડવાની શક્તિ પૂરી પાડે છે.
-હૃદયને લગતી બીમારીઓ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ જેવી બીમારીઓ માટે કીવીનું સેવન ફાયદાકારક છે.
-વાળને લગતી સમસ્યાઓ માટે પણ કીવી ખાવાથી ફાયદો થાય છે. કીવીમાં રહેલ વિટામીન્સ કરતાં વાળ અટકાવે છે અને વાળને લાંબા તેમજ મજબૂત બનાવે છે.
આમ કીવીના અઢળક ફાયદાઓ સાંભળીને તમે જો કદાચ કીવી નહિ આરોગતા હોવ તો પણ આજથી તમને ખીવી ખાવાનું મન જરૂરથી થશે.