Mysamachar.in-જામનગર
માર્ગ અને મકાન વિભાગ હસ્તકના મુખ્ય જીલ્લા માર્ગ ગ્રામ્ય નોન પ્લાન પંચાયત હસ્તકના રસ્તા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ 2021-22 અંતર્ગત પંચાયત હસ્તકના ઉપરોક્ત રસ્તાઓ પર હયાત, જર્જરિત કોઝવે તથા નાળા પુલીયાના સ્થાને નવા પુલ તથા સી.ડી.વર્કસ બનાવવાની કામગીરી કુલ રૂપિયા 6 કરોડ 90 લાખના ખર્ચે મંજુર કરાવી હાથ ધરવામાં આવનાર છે.જેમાં
-નવા નાગના ટુ જુના નાગના કોઝવેના સ્થાને મેજર બ્રીજ રૂ. 225 લાખ,
-રોજીયા થી વંથલી રોડ ડેમેજ માઈનોર બ્રીજના સ્થાને નવો માઈનોર બ્રીજ રૂ. 200 લાખ
-ચંગા થી નારાણપુર રોડ સાંકડા નાળાના સ્થાને નવો કોઝવે રૂ. 90 લાખ
-નંદપર ગાયત્રીનગર થી વીરપુર રોડ ડેમેજ કોઝવેના સ્થાને માઈનોર બ્રીજ રૂ. 125 લાખ
-જીવાપર-બાલંભડી-ગાડુકા રોડ જર્જરિત માઈનોર બ્રીજના સ્થાને નવો માઈનોર બ્રીજ રૂ. 50 લાખ