Mysamachar.in-જામનગર:
કામ કરવાની ધગશ, આવડત અને સંસ્થા પ્રત્યેની નિષ્ઠાને કારણે કોઈ પણ યુવાન સંબંધિત સંસ્થા કે પક્ષમાં સન્માનીય પદ સુધી પહોંચી શકે છે, જેનું એક વધુ ઉદાહરણ છે કાલાવડ શહેર BJPના નવા વરાયેલા પ્રમુખ નિરવ ભટ્ટ. 38 વર્ષના નિરવ ભટ્ટને આ પદ આપવામાં આવ્યું તે અગાઉ બાળવયથી જ તેઓ RSSના અદના કાર્યકર તરીકે સેવાઓ આપી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી તેઓ RSS ઉપરાંત BJPમાં પણ સક્રિય છે. આ અગાઉ તેઓ પક્ષમાં સંયોજક તરીકે અને કાલાવડ શહેર મીડિયા ઈન્ચાર્જ તરીકેની ફરજો બજાવી ચૂક્યા છે, અને મીડિયા ક્ષેત્ર સાથે પણ સંકળાયેલા છે, પક્ષના સંગઠન તેમજ વિસ્તારનો અનુભવ પણ મેળવી ચૂક્યા છે. શક્તિ કેન્દ્રના સંયોજક તરીકે પણ તેમની કામગીરીઓની પક્ષે નોંધ લીધી છે.
કાલાવડ શહેર ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારીઓ મળતાં નિરવ ભટ્ટે પૂર્વ પ્રદેશ પ્રમુખ અને સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ , ધારાસભ્ય મેઘજી ચાવડા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ મુંગરા તથા પક્ષના પૂર્વ શહેર પ્રમુખ હસમુખ વોરા પ્રત્યે આભારની લાગણીઓ વ્યક્ત કરી છે અને નવી જવાબદારીઓ સુપેરે નિભાવવા કોલ આપ્યો છે.