Mysamachar.in-જામનગર:
જામનગરની કામદાર કોલોનીમાં રહેતાં સામાજિક કાર્યકર કલ્પેશ આશાણીએ વીજતંત્રમાં કરેલ અરજી સંદર્ભે રૂબરૂ તથા ફોનમાં જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી છે. ફરિયાદીએ વાલસુરા ફીડર હેઠળના વિસ્તારમાં ચાલી રહેલું અન્ડર ગ્રાઉન્ડ કેબલનું કામ યોગ્ય રીતે થતું ન હોવાની અરજી કરેલી, જેનો ખાર રાખી બેડીમાં રહેતા આરોપી અનવર ઈસ્માઈલભાઈ કુંગડાએ ફરિયાદીને રૂબરૂ તથા ફોનમાં જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનું ફરિયાદીએ પોલીસમાં જાહેર કર્યું છે. પોલીસે ગુનો દાખલ કર્યો છે. અને તપાસ તજવીજ હાથ ધરી છે.
