Mysamachar.in:અમદાવાદ
માતૃભાષા દિવસે રાજ્યના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે રાજ્ય સરકાર માતૃભાષાનું જતન કરવા માટે ગુજરાતી ભાષાને ફરજિયાત પણે તમામ શાળાઓમાં ભણાવવા માટેનો હુકમ તો 3 વર્ષ પહેલાં કરવામાં આવ્યો છે, પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને ધ્યાને આવ્યું છે કે એવી કેટલીક શાળાઓ ધ્યાને આવી છે કે જે ગુજરાતી વિષય ભણાવી નથી રહી. દરેક શાળાઓએ ગુજરાતી વિષય ભણાવવો ફરજિયાત છે. પછી તે અંગ્રેજી માધ્યમની હોય કે અન્ય કોઈ માધ્યમની હોય. ગુજરાતી ભાષા માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે. આગામી દિવસોમાં નિયમો અનુસાર આ પ્રકારની શાળાઓ સામે કાર્યવાહી પણ કરવામાં આવશે સાથે સાથે ગુજરાતી ભાષાની જાળવણી માટે જે કોઈપણ તૃટી કે ખામી હોય તેને દૂર કરવાનો રાજ્ય સરકાર પ્રયાસ કરી રહી છે તેમ પણ શિક્ષણમંત્રીએ કહ્યું.