Mysamachar.in-જામનગર:
જામનગર જીલ્લામાં વરસાદની મોસમ પૂર્ણ થતા પૂર્વે પણ હજુ કેટલાય વિસ્તારોમાં છેલ્લા ત્રણેક દિવસથી વરસાદી માહોલ હોવાની સાથે શનિવારે વરસાદ બાદ ગતરોજ રવિવારે પણ જીલ્લાના કેટલાય ગ્રામીણ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાનું સતાવાર રીતે જાહેર થયેલ આંકડાઓ પરથી જોવા મળે છે.
આજે સવારે પૂર્ણ થતા છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર તાલુકાના જામવંથલીમાં 1 ઇંચ, કાલાવડના નીકાવા અને મોટા વડાળામાં પોણા બે ઇંચ, ખરેડી, ભલસાણ બેરાજા, નવાગામ અને મોટા પાંચદેવડામાં અડધો ઇંચ આસપાસનો વરસાદ નોંધાયો છે, જયારે જામજોધપુર તાલુકાના સમાણા, વાંસજાલીયા ધ્રાફા અને પરડવામાં એક એક ઇંચ અને શેઠ વડાળામાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે, આ તરફ લાલપુર તાલુકાના પડાણામાં એક ઇંચ તો ભણગોર અને મોટા ખડબા અડધો ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.તો લાલપુર શહેરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે.(file image)
