Mysamachar.in-બનાસકાંઠા:
જામનગર હાપામાં તિબેટીયન બોર્ડર પોલીસ(ITBP)ના સ્વાંગમાં રાજસ્થાનથી ૪૯ લાખનો દારૂ ઘૂસાડવાનો નવતર કિમિયો પણ પોલીસે નિષ્ફળ બનાવ્યા બાદ વધુ એક વખત BSFના ગણવેશ પહેરીને ગુજરાતમાં લાખો રૂપિયાનો દારૂ ઘુસાડવાના નેટવર્કને બનાસકાંઠા પોલીસે નિષ્ફળ બનાવીને બે શખ્સોની ધરપકડ કરી છે,
બહારના રાજ્યમાંથી ગુજરાતમાં કોઈ પણ રીતે ઇંગ્લિશ દારૂ ઘુસાડવા માટે બુટલેગરો પ્રયાસ કરી રહ્યા છે. તેવામાં સાબરકાંઠા જિલ્લાના એસ.પી પ્રદીપ શેજૂળ સૂચનાથી પોલીસે પેટ્રોલિંગ કરીને ધાનેરાના નેનાવા ચેકપોસ્ટ પાસેથી BSFની હરાજીવાળી ટ્રકને રોક્યો હતો. જેમાં બે શખ્સોએ BSFનો ગણેશ પણ પહેર્યો હતો. જેથી પોલીસને કોઈ શંકા ન જાય, પરંતુ પોલીસે સઘન તપાસ કરતા આ ટ્રકમાંથી ૪૨૦૦ બોટલ દારૂ મળી આવતા હરિયાણાના ટ્રકચાલક ક્રિષ્ના મનકુલસિંહ જાટ અને રાજસ્થાનના કરણસિંહ રાજપુતની ધરપકડ કરીને ૨૧ લાખ ઉપરનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ દારૂ ક્યાં સપ્લાય કરવાનો હતો તે અંગે વધુ પૂછપરછ હાથ ધરી છે. ત્યારે દારૂ મંગાવનાર બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.