Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં તમે કોઈપણ રસ્તે ચાલીને કે પછી વાહન લઈને પસાર થઇ રહ્યા છો તો ચેતજો કારણ કે આ શહેરમાં રફતારના રાજાઓને પોલીસ દાદાનો ડર નથી અહી છકડારીક્ષાથી માંડીને કારચાલક તો બાઈકથી માંડીને બસ સુધી બધું જ બેફામ ચાલે છે કારણ કે લીવર પર પગ મુકનારને ખબર છે કે અહી કાઈ થવાનું નથી એટલે જ શહેરની સડકો રેસિંગનું મેદાન બની રહી છે જેની સામે પોલીસે લાલ આંખ કરવાનો સમય પાકી ગયો હોય તેવી એક ઘટના વધુ એક વખત શહેરમાં સામે આવી છે
ઘટના અંગે જે પ્રાથમિક માહિતી મળી રહી છે તે પ્રમાણે ગતરાત્રીના જામનગર શહેરના હાર્દસમા ગુરુદ્વારા ચોકડી નજીક જામનગરની મેડીકલ કોલેજના બે વિદ્યાર્થીઓ પોતાના એકટીવામાં જઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે દોડતી આવતી સ્કોર્પિયો કાર નંબર GJ-39-CC-0022 ના ચાલકે બન્નેને અડફેટે લીધા બાદમાં કાર એક પોલ સાથે અથડાઈ અને બાદમાં પાસે આવેલ બંગલાની દીવાલને પણ મોટું નુકશાન કર્યું આ અકસ્માત કેટલો ગમ્ભીર હશે અને સ્પીડ કેટલી હશે કે સ્કોર્પિયોની બે એરબેગ પણ ખુલ્લી ગઈ હતી આ લખાય છે ત્યાં સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી પણ ફરિયાદની તજવીજ ચાલુ હોવાનું જાણવા મળે છે ફરિયાદ બાદ આ અંગેની વધુ હકીકતો સામે આવશે