Mysamachar.in-જામનગર:
જામનગરમાં વકીલ કિરીટ જોશી હત્યા કેસ અને બિલ્ડરના 100 કરોડના જમીન કૌભાંડ પછી ભારે ચર્ચામાં આવેલ અને જેની સામે ગુજ્સીટોક સહિતનો ગુન્હાઓ નોંધાયેલ છે તે નામચીન જમીન કૌભાંડી જયેશ પટેલના ભાઈ ધર્મેશ સામે સપ્તાહમાં બીજી પોલીસ ફરિયાદ દાખલ થતા આ મામલાએ ફરી ચર્ચાઓનું બજાર ગરમ કરી દીધું છે,
જામનગર શહેરના રણજીતસાગર રોડ, પટેલ પાર્કની પાછળ વસવાટ કરતા વેપારી લાલજીભાઇ સવજીભાઇ મારકણાએ પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં ધર્મેશ રાણપરીયા વિરુદ્ધ નોંધાવેલ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લાલજીભાઈને પોતાના ધંધાના કામ સારૂ ધર્મેશે અલગ અલગ સમયે લાલજીભાઈ અને તેના સગાસંબધીઓના ખાતામા જુદા જુદા સમયે કુલ રૂપીયા 25 લાખ 10 ટકાના માસીક ઉચા વ્યાજે આપેલ જે રકમના સામે લાલજીભાઈએ ધર્મેશ રાણપરીયાને એપ્રીલ 2024 સુધીમા 26 લાખ વ્યાજપેટે રોકડમા ચુકવી દેવા છતા ધર્મેશ રાણપરિયાએ પોતાની મુળ રકમ તથા વ્યાજની લાલજીભાઈ પાસે ઉઘરાણી કરતા તેવો વ્યાજ તથા મુદલ ચુકવી ન શકતા જમીન કૌભાંડી જયેશ પટેલના ભાઈ ધર્મેશે લાલજીભાઈના કારખાને જઇ બળજબરી પુર્વક ફરિયાદીની મશીનરી તથા સરસામાન મળી કુલ રૂપીયા 10,78,000 નો સામાન બળજબરીથી છીનવી જઇ આ કેસમાં ફરિયાદી છે તેવા લાલજીભાઈ પાસેથી 10 ટકાના માસીક વ્યાજ વસુલી કરવા અંગેની ફરિયાદ દાખલ થયા બાદ પોલીસ ઇન્સ્પેકટર વી.જે.રાઠોડ આગળની તપાસ તજવીજ કરી રહ્યા છે.