• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Thursday, June 12, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

સલાયાના ચકચારી ડ્રગ્સ પ્રકરણમાં અન્ય નામથી ફિશિંગ બોટ મારફતે હેરાફેરી કરનારા શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાઇ

My Samachar by My Samachar
January 6, 2022
in ક્રાઈમ
Reading Time: 1 min read
A A
સલાયાના ચકચારી ડ્રગ્સ પ્રકરણમાં અન્ય નામથી ફિશિંગ બોટ મારફતે હેરાફેરી કરનારા શખ્સો સામે વધુ એક ફરિયાદ નોંધાઇ
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ખંભાળિયા પંથકમાંથી થોડા સમય પૂર્વે બે સ્થળોએથી ઝડપાયેલા કુલ રૂપિયા ત્રણસો પંદર કરોડની તોતિંગ કિંમતના ડ્રગ્સ પ્રકરણમાં પાકિસ્તાન બોર્ડર પરથી ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ઉતારવામાં આવેલા આ ડ્રગ્સ સંદર્ભે પોલીસે અન્ય બોટના નામે ખોટા રજીસ્ટ્રેશન નંબર દર્શાવી માછીમારી બહાને ડ્રગ્સ લઈ આવ્યા સબબ અડધો ડઝન જેટલા શખ્સો સામે ગુનો નોંધ્યો છે.ખંભાળિયા- જામનગર રોડ પરના આરાધનાધામ પાસેથી ગત તારીખ 9 નવેમ્બરના રોજ મોડી રાત્રીના સમયે મુંબઈના એક શખ્સ પાસેથી પોલીસે આશરે રૂપિયા 88.25 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હતો. આ અંગેની વધુ તપાસમાં જિલ્લા પોલીસે વઘુ રૂપિયા 225 કરોડની કિંમતનો ડ્રગ્સનો જથ્થો સલાયાના બે શખ્સોના રહેણાંક મકાનમાંથી જપ્ત કર્યો હતો.

કુલ રૂપિયા 315 કરોડના તોતિંગ કિંમતના ઝડપાયેલા ડ્રગ્સના આ સમગ્ર પ્રકરણ સંદર્ભે પોલીસે નાઇજીરિયન તથા મુંબઈના શખ્સો ઉપરાંત સલાયાના રહીશ સલીમ યાકુબ કારા તેના ભાઈ અલી અસગર યાકુબ કારા નામના બે બંધુઓ બાદ પાકિસ્તાન બોર્ડર ઉપરથી ડ્રગ્સ લઈને આવેલા સલાયાના સલીમ ઉંમર જુસબ જસરાયા તથા તેના ભાઈના નામો પોલીસ ફરિયાદમાં ખુલવા પામ્યા હતા. જેની પોલીસે ધરપકડ કરી વિવિધ દિશામાં તપાસ આરંભી હતી.

આ સમગ્ર પ્રકરણમાં ઉંડાણપૂર્વકની તપાસમાં જે બોટમાં પાકિસ્તાન બોર્ડર ઉપરથી ડ્રગ્સનો જથ્થો લઈ આવવામાં આવ્યો હતો, તે ફારુકી- 1 નામની બોટ કે જેના અગાઉ મૂળ માલિક જૂનાગઢ જિલ્લાના થોરડી ગામના રહીશ અને હાલ રૂપેણ બંદર ખાતે રહેતા અજગરઅલી છોટુમિયા સૈયદ હોવાનું ખુલવા પામ્યું છે, તેની સામે પણ તપાસ ચલાવતા આ પ્રકરણમાં દ્વારકાના રૂપેણ બંદર ખાતે રહેતા આમદ જુસબ ભેસલીયા દ્વારા બોટના કાગળો આરોપી સલીમ તથા અલી કારાને આપ્યા હોવાનું ખુલવા પામ્યું છે.

આ અંગે સી.પી.આઈ. પટેલની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે આરોપી શખ્સો દ્વારા સુનિયોજિત કાવતરું રચી, ગેરકાયદે રીતે વગર માત્ર માછીમારી બોટ ફારુકી- 1 કે જેના રજીસ્ટ્રેશન નંબર આઈ.એન.ડી.- જી.જે.-37- એમ.ઓ.- 729 ના રજીસ્ટ્રેશન કાગળોની વેચાણ-ખરીદી કરી, વેચાણ અંગેનો ખોટો દસ્તાવેજ બનાવી, રજીસ્ટ્રેશન વગરની અજગરઅલી છોટુમિયા સૈયદની ફાઈબરની અજમેરી લખેલી બોટનું વેચાણ- ખરીદી કરવા અંગેનું કૌભાંડ આચરી, ફારૂકી- 1 બોટ ન હોવા છતાં ઉપરોક્ત નામ અને નંબરનું લખાણ કરી અને ફિશરીઝ ગાર્ડ પાસેથી માછીમારી કરવા અંગેની વિધિવત રીતે નોંધ કરાવી, તારીખ 28 ઓક્ટોબરથી તારીખ 9 નવેમ્બર સુધીના સમયગાળા દરમિયાન ઉપરોક્ત શખ્સોની મીલીભગતથી ગુનો આચરવામાં આવ્યો હતો.

સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસે સલીમ યાકુબ કારા, અલી અસગર કારા, સલીમ ઉંમર જસરાયા, દ્વારકાના આમદ જુસબ ભેસલીયા અને અજગર અલી છોટુમીયા સૈયદ ઉપરાંત સંભવિત રીતે સંડોવાયેલા મનાતા અન્ય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 463, 465, 468, 471, 473 તથા 120(બી) મુજબ ગુનો નોંધ્યો છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

પ્લેન ક્રેશની દુર્ઘટનાએ ગુજરાતને હચમચાવી દીધું, મોતનો આંકડો મોટો થાય તેવી સંભાવનાઓ

પ્લેન ક્રેશની દુર્ઘટનાએ ગુજરાતને હચમચાવી દીધું, મોતનો આંકડો મોટો થાય તેવી સંભાવનાઓ

June 12, 2025
જામનગર સહિત રાજ્યના 3 જિલ્લામાં ‘આંખ’ પર જોખમ…

મોબાઈલ: પ્રથમ વાલીઓને જાગૃત કરવામાં આવશે, પછી વિદ્યાર્થીઓને

June 12, 2025
જામનગરમાં ફરી એક ઝોનફેરનો મોટો ખેલ લઈ રહ્યો છે આકાર

જામનગરમાં ઝોનફેર પર પૂર્ણવિરામ મૂકવા CMને પત્ર…

June 12, 2025
બાળમજૂરી: બાળકો પાસે ‘મજૂરી’  કરાવનારને ‘સજા’ થયાનો દાખલો નથી..!

બાળમજૂરી: બાળકો પાસે ‘મજૂરી’  કરાવનારને ‘સજા’ થયાનો દાખલો નથી..!

June 12, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

પ્લેન ક્રેશની દુર્ઘટનાએ ગુજરાતને હચમચાવી દીધું, મોતનો આંકડો મોટો થાય તેવી સંભાવનાઓ

પ્લેન ક્રેશની દુર્ઘટનાએ ગુજરાતને હચમચાવી દીધું, મોતનો આંકડો મોટો થાય તેવી સંભાવનાઓ

June 12, 2025
જામનગર સહિત રાજ્યના 3 જિલ્લામાં ‘આંખ’ પર જોખમ…

મોબાઈલ: પ્રથમ વાલીઓને જાગૃત કરવામાં આવશે, પછી વિદ્યાર્થીઓને

June 12, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®