Mysamachar.in-જામનગર:
જામનગર શહેરના રાંદલનગરમાં વસવાટ કરતા કુલદીપસિહ ગીરુભા જાડેજા ત્તથા તેમનો મિત્ર તેમનુ મોટરસાઈકલ લઇ શિવમ પેટ્રોલ પંપેથી પેટ્રોલ પુરાવી નીકળ્યા બાદ પાસે આવેલ ગુરૂક્રુપા હાઇટ પાસે પહોચતા દિવ્યરાજસિંહ ઉર્ફે દીવલા ડોને કુલદીપસિંહનું મોટરસાઈકલ રોકી તેમની પાસે ઉછીના પૈસાની માંગણી કરી જેથી તેણે પોતાની પાસે નહી હોવાનુ જણાવતા દીવલાએ કુલદીપસિંહને ગાળો બોલી તેમની પાસેની છરીનો એક ઘા ડાબા કાનમા મારી સાતેક ટાકાની ઇજા કરી તથા કુલદીપસિંહ સાથે રહેલા તેના મિત્રને ઢીકા પાટુનો માર મારી મુંઢ ઇજા કરી જવા સમયે દીવલાએ જાનથી મારી નાખવાની ધમકી આપ્યા સબબની ફરિયાદ સીટી C ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.