રાજ્ય સરકારે હાલની પરિસ્થિતિઓને ધ્યાન પર લઈ ‘સૌની’ યોજના મારફતે પાણી આપવા અંગે તથા ખેડૂતોને વધુ કલાક વીજળી આપવા અંગે એમ કુલ 2 નિર્ણયની જાહેરાત કરી છે.
સરકાર વતી પ્રવકતા મંત્રી ઋષિકેશ પટેલએ જાહેરાત કરી છે કે, સૌરાષ્ટ્રના ખેડૂતો સહિતના લોકોની રજૂઆતને પગલે, સૌરાષ્ટ્રમાં કયાંય પીવાના કે સિંચાઈના પાણીની તંગી ન વર્તાય તે માટે સમયસર પાણી પહોંચાડવા સરકારે નિર્ણય કર્યો છે કે, નર્મદાના વધારાના પાણીને ‘સૌની’ યોજના મારફતે સૌરાષ્ટ્રના જળાશયોમાં ઠાલવવામાં આવશે.
આ ઉપરાંત મંત્રીએ જણાવ્યું કે, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્રના 11 જિલ્લાઓમાં રોજ 10 કલાક કૃષિ વિષયક વીજપૂરવઠો આપવામાં આવશે.