mysamachar.in-અમદાવાદ
એક પોલીસમેન દ્વારા પરિણીત સ્ત્રી સાથે મૈત્રીકરાર કરીને તેની સાથે વારંવાર લગ્નની લાલચ આપીને અનેવાર શારીરિકસબંધો બાંધ્યા બાદ આ પરિણીતાનો ગેરલાભ લઈને તેનો અશ્લીલ વિડીયો પણ ઉતારીને વિશ્વાસઘાત કર્યો હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે,આ અંગે મહિલાએ અમદાવાદના પોલીસમથકે પોલીસકર્મી વિરુદ્ધ જ ફરિયાદ નોંધાવતા અમદાવાદના પોલીસબેડામાં ભારે ચકચાર જાગી છે,જે પોલીસકર્મી સામે મહિલાએ ફરિયાદ નોંધાવી છે તે પોલીસ કોન્સ્ટેબલ મહેશ પરમાર શહેરના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને આ મામલે યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
યુવતીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ પ્રમાણે મહેશ તેની સાથે લિવ-ઇન રિલેશનશીપમાં રહેતો હતો મહેશ પરમારે યુવતી સાથે મૈત્રી કરાર કરીને યુવતી સાથે અનેકવખત શારીરિક સંબંધ બાંધ્યા હતા,યુવતી સાથે લિવ ઈન રિલેશનશીપમાં છેતરપિંડી આચરી હોવાનું પણ સામે આવી રહ્યુ છે,યુવતીને પોતાના પતિ સાથે છૂટાછેડા લેવાના હોવાથી તે કોન્સ્ટેબલની નજીક આવી હતી અને બંને વચ્ચે દોસ્તી થઈ હતી. જે બાદમાં યુવતી તેના બાળકો સાથે કોન્સ્ટેબલ સાથે જ રહેતી હતી.
જે બાદ પોલીસકર્મી મહેશ પરમારે યુવતીને પોતાની સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી.પરંતુ કોન્સ્ટેબલ મહેશ પરમારે યુવતી સાથે લગ્ન કર્યા ન હતા અને તેની સાથે શારીરિક સંબંધ બાંધીને તેના અશ્લિલ વીડિયો પણ ઉતારી લીધા હતા. આ મામલે આખરે યુવતીએ કંટાળીને લિવ-ઇનમાં રહેતા કોન્સ્ટેબલ સામે ફરિયાદ આપી હતી. પોલીસે પોલીસકર્મી વિરુદ્ધ ગુનો નોંધીને વધું તપાસ હાથ ધરી છે.