Mysamachar.in-જામનગર:
હાલના સમયમાં ઝોમેટો કંપની મારફત ઓનલાઈન ફૂડ પાર્સલ મંગાવવાનું ખુબ મોટું ચલણ દરેક મોટા શહેરોમા છે,ત્યારે જામનગરમા આ જ કંપનીમાં કામ કરતાં ટીમ લીડર અને અન્ય બે કંપનીના જ માણસો વચ્ચે થયેલ માથાકૂટ છેક પોલીસ મથક સુધી પહોચી જવા પામી છે,
વાત એવી છે કે જામનગરમા ગઈકાલે બપોરના સુમારે ઝોમેટો કંપનીમાં ટીમ લીડર તરીકે કામ કરતાં પિયુષ કરમુર અને ઝોમેટોના અન્ય બીજા બે કર્મચારીઓ બ્રિજરાજસિંહ જાડેજા અને નિર્મળસિંહ જાડેજા દિગ્જામ સર્કલ પાણીના ટાંકા નજીક એકઠા થયા હતા,જ્યાં ટીમલીડર પિયુષને અન્ય બે કર્મચારીઓ એ અમે કામ બરોબર નથી કરતા તું અમારો રૂટ બદલી નાખવા માટે શા માટે ચંદ્રકાંતભાઈને શા માટે કહેશ,,જેથી પીયુષે કહેલ કે મેં કોઈને કાઈ કીધેલ નથી,તમે ચંદ્રકાતભાઈને પૂછી પણ લો,,,
આવી વાતચીત બાદ બ્રિજરાજસિંહ અને નિર્મળસિંહ ઉશ્કેરાઈ જતા પિયુષને ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગેની ફરિયાદ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.