• About
  • Advertise
  • Privacy Policy
  • Contact
Monday, June 30, 2025
My Samachar | Online News Portal For Gujarat
Advertisement
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • લાઇફ સ્ટાઇલ
  • ગુજરાત
  • ક્રાઈમ
  • રાજકારણ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
No Result
View All Result
My Samachar | Online News Portal For Gujarat
No Result
View All Result

ખંભાળિયાની પ્રાચીન ધરોહરોને મળશે મોર્ડન લુક, જૂની વીરાસતોની સારસંભાળ માટે રૂપિયા સાડા ત્રણ કરોડ ફાળવાયા

My Samachar by My Samachar
July 29, 2023
in દેવભૂમિ દ્વારકા
Reading Time: 1 min read
A A
ખંભાળિયાની પ્રાચીન ધરોહરોને મળશે મોર્ડન લુક, જૂની વીરાસતોની સારસંભાળ માટે રૂપિયા સાડા ત્રણ કરોડ ફાળવાયા
Share on WhatsAppShare on FacebookShare on Twitter

Mysamachar.in:દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા શહેર કે જે રાજા રજવાડાના સમયનું વિકસિત થયેલું હોય, અહીં અનેક પ્રાચીન ઇમારતો સૌને જોવી ગમે તેવી છે. ખાસ કરીને શહેરના પાદરમાં આવેલા વિવિધ વિશાળ ગેટ, ગઢની રાંગ, વિગેરે સ્ટ્રક્ચર કે જે હાલ ખૂબ જ જર્જરિત બની ગયેલા હોય, તેના સાર સંભાળ તેમજ વિકાસ માટે સરકાર દ્વારા રૂ.સાડા ત્રણ કરોડ જેટલી રકમની ફાળવણી કરાયાની વિધિવત રીતે જાહેરાત કરવામાં આવી છે.

ખંભાળિયા શહેરના પ્રાચીન વિસ્તારો સલાયા ગેઈટ, દ્વારકા ગેઈટ, પોર ગેઈટ વિગેરે સ્થળોએ અગાઉના સમયમાં (રજવાડાના સમયમાં) રાત્રિના સમયે તોતિંગ દરવાજાઓ બંધ કરી દેવામાં આવતા હતા. કાળક્રમે આ બાબત હવે વિસરાઈ ગઈ છે. ત્યારે આ સ્થળે વિવિધ ગેઈટ, ગઢની રાંગ અને નવડેરાનું છૂપુ સૌંદર્ય હજુ પણ ઉડીને આંખે વળગે તેવું બની રહ્યું છે. હાલ અત્રે દ્વારકા ગેઈટ, સલાયા ગેઈટ, પોર ગેઈટ તથા તેને સંલગ્ન ગઢની રાંગ તેમજ નવડેરાની જૂની ધરોહર ખૂબ જ ક્ષીણ હાલતમાં બની ગઈ છે. ત્યારે વયોવૃદ્ધ અને જૂની પેઢીના લોકો આવા સ્થળોનું સરકાર દ્વારા સંરક્ષણ કરવામાં આવે તેમ ઈચ્છી રહી છે.

આ મુદ્દે ખંભાળિયા નગરપાલિકા તંત્ર દ્વારા સરકાર સમક્ષ પત્ર વ્યવહાર દ્વારા લેખિત રજૂઆતો કરી અને આ ઈમારતો માટે ખાસ રકમ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. શહેરની આગવી ઓળખના કામ હેઠળ પ્રાદેશિક કમિશનર કચેરી – રાજકોટ તેમજ શહેરી વિકાસ વિભાગને કરવામાં આવેલી રજૂઆતો સાથે સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા મુખ્યમંત્રી સમક્ષ કરવા આવેલી રજૂઆતોને ધ્યાનમાં લઇ અને ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં આવેલા વર્ષો જુના હેરિટેજ સ્થળોને ડેવલપ કરવા માટે મુખ્યમંત્રી દ્વારા રૂ.3.43 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી આપી  છે.

જે હેઠળ અહીંના ગઢની રાંગ, સલાયા ગેઈટ, દ્વારકા ગેઈટ, પોર ગેઈટ તેમજ નવડેરાના વિકાસમાં જાળવણી માટેની રકમ મંજૂર કરતો ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ – ગાંધીનગરનો લેખિત પત્ર આજરોજ અહીંની નગરપાલિકા કચેરી ખાતે આવી ગયો છે. આમ, શહેરની વધુ કેટલીક પ્રાચીન ધરોહર આગવી ઓળખ રૂપ સંરક્ષિત થશે. અહીંની જૂની ઇમારતો શહેરની આગવી ઓળખ બની રહે તે માટે ફાળવવામાં આવેલી આ નોંધપાત્ર રકમથી હવે નગરપાલિકા તંત્ર દ્વારા આ અંગેના રીનોવેશન માટે ટેન્ડરીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવનાર છે.

– રજવાડાના સમયની ગૌરવ રૂપ જી.વી.જે. હાઈસ્કૂલનું પોણા છ કરોડના ખર્ચે રીનોવેશન ચાલુ –

આવી જ એક પ્રાચીન અને પ્રખ્યાત ઇમારત એવી શહેરની મધ્યમાં આવેલી જી.વી.જે. હાઈસ્કૂલ કે જેમાં ભણીને ખ્યાતનામ ડોક્ટરો, વકીલો, જજ વિગેરે સમાજમાં મોભાનું સ્થાન મેળવી ચૂક્યા છે. તે આશરે પોણી સદી જૂની જી.વી.છે. હાઈસ્કૂલના બિલ્ડીંગના હેરિટેજ લુકને યથાવત રાખી અને રીનોવેશન માટે ફાળવવામાં આવેલા રૂ.પોણા છ કરોડના ખર્ચે હાલ વિશિષ્ટ રીતે કરાતું ટકોરાબદ્ધ રીતે કામ પૂરજોશમાં ચાલુ છે. જેને જોઈને અગાઉની પેઢીના લોકોની આંખ ઠરે છે. હાલ શહેરની આગવી ઓળખરૂપ રજવાડાના સમયની ઇમારતો, બાંધકામની જાળવણી માટે સરકાર તેમજ નગરપાલિકા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કવાયત આવકારદાયક બની રહી છે.

SendShareTweetShare

Join Us on Social

Recent News

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ ‘ બધાં જ ‘ એંગલથી: સરકાર

June 30, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

જામનગર વીજતંત્રના ફલ્લા સબડિવિઝનને મંજૂરી..

June 30, 2025
જામનગર સહિત રાજ્યમાં બોગસ દસ્તાવેજ અટકાવવા…

અસંખ્ય સોસાયટીમાં ઘણી બધી સમસ્યાઓ હોય છે : ઉપાય શું ?

June 30, 2025
રાજ્ય સરકારના કર્મચારીઓ આનંદો, મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-2024થી 4 ટકાનો વધારો જાહેર

રાજ્ય સરકારના આ નિર્ણયથી નાના અને મધ્યમ વર્ગીય લોકોને થશે ફાયદો

June 30, 2025
Prev Next
My Samachar

Welcome to My Samachar, the premier news portal brought to you by RD Network! We take pride in delivering authentic and unbiased news coverage, ensuring you stay informed about the latest developments across all districts of Gujarat and every state in India.

Follow Us

Browse by Category

  • Uncategorized
  • અમદાવાદ
  • અમરેલી
  • અરવલ્લી
  • આણંદ
  • કચ્છ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • ગાંધીનગર
  • ગીર સોમનાથ
  • ગુજરાત
  • ગોધરા
  • છોટા ઉદેપુર
  • જામનગર
  • જુનાગઢ
  • ડાંગ
  • દાહોદ
  • દેવભૂમિ દ્વારકા
  • નડિયાદ
  • નર્મદા
  • નવસારી
  • પંચમહાલ
  • પોરબંદર
  • પ્રેસનોટ
  • બનાસકાંઠા
  • બોટાદ
  • ભરૂચ
  • ભાવનગર
  • મહેસાણા
  • મોરબી
  • રાજકારણ
  • રાજકોટ
  • લાઇફ સ્ટાઇલ
  • વડોદરા
  • વલસાડ
  • વિડીયો
  • સાબરકાંઠા
  • સુરત
  • સુરેન્દ્રનગર
  • હાલાર – અપડેટ

Recent News

અમદાવાદમાં અગનગોળો બનેલું વિમાન વર્ષોથી ચર્ચાઓમાં !!

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ ‘ બધાં જ ‘ એંગલથી: સરકાર

June 30, 2025
જામનગર:રૂ. 887 કરોડનો ઉર્જા પ્રોજેક્ટ અને રૂ. 200 કરોડના 2 વીજપ્રોજેક્ટ કાર્યરત થયા

જામનગર વીજતંત્રના ફલ્લા સબડિવિઝનને મંજૂરી..

June 30, 2025
  • About
  • Advertise
  • Privacy Policy
  • Contact

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

error: Content is protected !!
No Result
View All Result
  • Home
  • હાલાર – અપડેટ
  • ગુજરાત
  • લાઇફ સ્ટાઇલ
  • રાજકારણ
  • ક્રાઈમ
  • ખાસ મુલાકાત
  • વિડીયો
  • About
  • Privacy & Policy
  • Contact
  • Advertise

© 2024 R D Network Reg.No.GJ-10-0038208 MySamachar.in - Online News Portal for Gujarat. Developed by Krina Web®