Mysamachar.in-જામનગર:
કોરોનાં વાયરસનાં વધતાં સંક્રમણને હિસાબે અત્યારે જ્યારે વિશ્વની મોટા ભાગની વસ્તી લોકડાઉનમાં છે. ત્યારે કોરોના વાયરસથી થતાં શારીરીક નુકશાનની સાથે-સાથે સતત એક જ વાતાવરણમાં રહેવાને કારણે લોકોની થતી માનસીક હાની ચિંતાનું કારણ બની છે. સતત રહેતું માનસીક તનાવ લોકોમાં કંટાળો, નિરાશા, ડિપ્રેશન વગેરે જેવી હાનિઓ પહોંચાડે છે. અને આથી જ કહેવાય છે કે કોરોનાં વાયરસ કરતાં તેનો ડર વધુ ખતરનાક છે. લોકડાઉનની પરિસ્થિતીમાં જ્યારે આપણો સૌ ફીઝીકલ, સોશ્યલ અંતર રાખીએ છીએ ત્યારે હાર્ટફૂલનેશ સંસ્થા શ્રી રામચંદ્ર મિશનનાં ગ્લોબલ ગાઈડ કમલેશ પટેલ કે જેઓને લોકો દાજીના નામથી પણ ઓળખે છે.
તેઓએ સાયલન્ટ ચેંજમેકર તરીકે વિશ્વના અનેક લોકોને હદય થી જોડાયા છે.આજે સાંજે કમલેશ પટેલ(દાજી)તથા વિશ્વના અનેક દેશોના હજારો-લાખો લોકો સાથે વૈશ્વિક ધ્યાન કરવાનું આહવાન હાર્ટફૂલનેશ ઇન્સ્ટીટ્યુટનાં સત્યો દ્વારા કરાઇ રહ્યું છે.ત્યારે દરેક લોકો આ ઓનલાઈન ઇવેન્ટમાં જોડાય અને કોરોનાનાં ડર, લોકડાઉનમાં રહેતી માનસિક સ્થિતિમાં સોશ્યલી ડીસકન્ટેક હોવા છતાં હદયથી જોડાવાઆ સાથે અપીલ છે. નિશુલ્ક્માં આ વૈશ્વિક શાંતિ માટે નાં પ્રથમ કદમ એવ આંતરીક શાંતિ તરફ આવીએ.
https://www.facebook.com/ practiceheartfulness/
https://www.youtube.com/c/heartfulness
https://heartfulness.org/en/lifecast/