Mysamachar.in:જામનગર
માલ-વાહક વાહનોમાં પેસેન્જર તરીકે મુસાફરી કરતા વ્યકિતઓ માટે લાલબતીરૂપ ચુકાદો ખંભાળીયાની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. તેમજ આવા વાહનોમાં મુસાફરી કરનારાઓને તેમજ મૃત્યુ પામનારાઓના વારસોને અકસ્માતનું વળતર ચુકવવા વીમા કંપની જવાબદાર નહીં હોવાનું ઠરાવવામાં આવ્યું છે.
બનાવ અંગેની ટુંકી હકીકત એવી છે કે અકસ્માત સમયે ભાણવડથી દ્વારકા મુકામે નવ વ્યકિતઓ છકડા રીક્ષામાં દ્વારકા દર્શન કરી પરત ફરતા હતા તે દરમ્યાન ગુજ. સતારભાઈ રીક્ષા ચલાવતા હતા તે દરમ્યાન રીક્ષાના સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતાં રીક્ષા પુલની નીચે પડી જતાં પ્રફુલકુમાર તથા રીક્ષા ચાલક-માલિક સતારભાઈ ગનીભાઈ તથા ફૈજાનના અવસાન થયેલ તેમજ દક્ષાબેન, હંસાબેન તથા અન્ય વ્યકિતઓને ગંભીર સ્વરૂપની ઈજાઓ થવા પામેલ હોવા અંગેની હકીકતો સાથે ગુજરનારના વારસદારો તરફે છકડા રીયાના ડ્રાઈવર કેમ માલીક તથા છકડા રીક્ષાની વીમા કંપની સામે વળતરની માંગણી કરતી કલેઈમ પીટીશનો દાખલ કરવામાં આવેલ.
માલવાહક છકડા રીક્ષાની વીમા કંપની તરફે ધારાશાસ્ત્રી મયુર એમ ભટ્ટે ટ્રીબ્યુનલ સમક્ષ હાજર થઈ વીમા પોલીસીની શરતો અંગે વિસ્તૃત છણાવટ કરી છકડા રીક્ષાના માલીક કમ ચાલક પાસે અકસ્માત સમયે કોઈ વેલીડ લાયસન્સ ધરાવતા ન હોવા છતાં રીક્ષા છકડો ચલાવી ગેરકાયદેસર પેસેન્જરોને બેસાડેલ હોવા અંગેની વીમા કંપનીની દલીલો ધ્યાને લઈ તેમજ ગુજરાત હાઈકોર્ટ તેમજ સુપ્રિમ કોર્ટના વિવિધ ચુકાદાઓ ધ્યાને લઈ ટ્રીબ્યુનલે આ પ્રકારે છકડા રીક્ષામાં ગેરકાયદેસર મુસાફરી કરનારાઓને વીમા કંપની પાસેથી વળતર મળી શકે નહીં આવો મહત્વનો અને શકવર્તી ચુકાદો જાહેર કરી વીમા કંપનીને વળતર ચુકવવાની જવાબદારીમાંથી મુકત કરતો ચુકાદો ખંભાળીયા કોર્ટે ફરમાવેલ છે.