Mysamachar.in-જામનગર:
આમ તો બાગ-બગીચા લોકોને હરવા-ફરવા માટે હોય છે, પણ એ જ બાગ-બગીચામા જો દારૂની મહેફિલ મંડાય અને મહેફિલ કરનારા પણ બીજા કોઈ નહિ પણ સરકારી કર્મચારીઓ જ હોય તો..આવું બન્યું છે જામનગરના રણજીતસાગરપાર્કમા.. આ પાર્કમાંથી પોલીસે દારૂની મહેફિલ માણી રહેલા ચાર ઇસમોને ઝડપી પાડતા આ બાબત મનપામાં ચર્ચાનો વિષય બની જવા પામી છે,
વાત છે ગત સાંજના ૭ વાગ્યા આસપાસની જયારે જામનગર પંચકોશી-બી ડીવીઝન પોલીસને બાતમી મળી કે જામનગરના રણજીત સાગર પાર્કમા દારૂની મહેફિલ ચાલી રહી છે, પોલીસે સ્થળ પર પહોચીને તપાસ કરતાં મનપામાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ કાનજીભાઈ વિરમગામા, કરાર આધારીત એન્જીનીયર મુકુંદભાઈ ખીમજીભાઈ જાદવ, અશોકભાઈ ગગુભાઈ મારૂ, અને સિક્યુરિટી કિશન રાજેશભાઈ નંદા આમ ચારેયને દારૂની મહેફિલ માણતા પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરી છે, જો કે હવે મનપાના બગીચામાંથી મનપાના જ ઝડપાયેલા કર્મચારીઓ સામે શું પગલા લેવાશે તે પણ જોવાનું રહેશે..
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.