Mysamachar.in:જામનગર:
ગ્રામીણ વિસ્તારોમાં કેટલી હદે ભ્રષ્ટાચાર વ્યાપે છે તેનો એક દાખલો આજે જામનગર નજીકના મોરકંડા ગામેં એસીબીએ કરેલ ડીકોય ટ્રેપમાં સામે આવ્યો છે જ્યાં એક કર્મચારી ખેડૂતોને જરૂરી એવા અલગ અલગ દાખલાઓ માટે રૂપિયા 5 કાયદેસર ચાર્જની સામે 10 કટકટાવતો હોવાની ફરિયાદ પરથી આજે જામનગર એસીબી ટીમે આ કર્મચારીને રૂપિયા 150 ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે, આ અંગે જામનગર એસીબી એ જાહેર કરેલ સતાવાર વિગતો એવી છે કે
એ.સી.બી. જામનગરને માહિતી મળેલ કે, જામનગર તાલુકાના મોરકંડા ગામની ગ્રામ પંચાયતએ નિમણૂક કરેલ વીસીઈ દ્વારા ખેડૂતોને તેઓના ખેતરના 7-અ ,12, તથા હકપત્ર -6 મુજબના દાખલા કાઢી આપવાના એક દાખલા ના રૂ.5 ખેડૂતો પાસેથી સરકારના નિયમોનુસાર લેવાના હોય છે ,પરંતુ આ વીસીઇ ખેડૂતો પાસેથી એક દાખલાના રૂપિયા 5 લેવાના બદલે રૂપિયા 10 લેતા હોય ,જે હકીકત આધારે વોચ રાખી ડિકોયરનો સહકાર મેળવી લાંચના ડિકોય છટકાનું આયોજન કરવામાં આવેલ આ ડિકોય છટકા દરમ્યાન..

મોરકંડા ગ્રામ પંચાયત બિલ્ડીંગ,મોરકંડા ગામે ફરજ બજાવતો નવીનચંદ્ર માધવજીભાઈ નકુમ, ગ્રામ પંચાયત વીસીઇ(કોમ્પયુટર ઓપરેટર)એ આજરોજ ડિકોયર સાથે હેતુલક્ષી વાતચીત કરી દાખલાની 30 કોપીના રૂ 150 ના બદલે કુલ 300 માંગી ,સ્વીકારી વધારાના 150રૂપિયાની ગેરકાયદેસરની લાંચની માગણી કરી, 150 સ્વીકારી પકડાઇ જતા એસીબીએ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે, આ સમગ્ર કાર્યવાહી એસીબી રાજકોટ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલના માર્ગદર્શનમાં જામનગર ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.ડી.પટેલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
