Mysamachar.in-સુરત
પલસાણા તાલુકાના કરાડા ગામ ખાતે ગતરોજ જુના હળપતિવાસ ખાતે કમુબેન બુધિયાભાઇ રાઠોડ નામની વૃદ્ધ મહિલાની નજીવી બાબતને લઇને જુના હળપતિવાસ ખાતે રહેતા ચાર જેટલા વ્યકિતઓએ લાકડાં, ચપ્પુ, કુહાડી તેમજ ધિક્કા મૂકીનો માર મારી હત્યા નિપજાવી હતીં કરાડા ગામ જુનાં હળપતિવાસ ખાતે મૃત્યુ પામનાર કમુબેન ઉંમર વર્ષ 70 પોતાની જગ્યા માં રહેલા લાકડાં બાબતે ફળીયામાં જ રહેતા આરોપી એવાં હરીશભાઈ નટુભાઈ રાઠોડ, આકાશ હરીશભાઈ રાઠોડ, બાદલ હરીશભાઈ રાઠોડ તેમજ મીનાબેન હરીશભાઈ રાઠોડ ને કહેવા જતાં ઉશ્કેરાયેલા એક જ પરીવાર નાં ચારે આરોપીઓએ મહિલા કમુબેનને કુહાડી, ચપ્પુ, જેવાં હથિયારો વડે મહિલા પેટનાં ચાર જેટલા ઘા ઝીંકી હાથ અને પગમાં પણ ચપ્પુ વડે હુમલો કરી ઘા કરતાં નિર્મમ હત્યા કરી હતી, આ ઘટનાની જાણ કડોદરા GIDCપોલીસને થતા પોલીસની ટિમ આવી જતા આરોપીઓ ફરાર થવા પામ્યા હતા