Mysamachar.in-કચ્છ
કચ્છ સરહદે જળ સીમાએ બિનવારસુ ચરસના પેકેટો મળી આવવાનું અવિરત ચાલુ રહ્યું છે. ગુરૂવારે સાંજે બીએસએફ બટાલીયનને જખૌ દરિયાઇ વિસ્તારમાં શેખરનપીર પાસે અલગ અલગ જગ્યાએથી ચરસના 20 પેકેટો મળી આવતાં વધુ શોધખોળ જારી રાખી છે. દરિયામાં પવન ફુંકાઇ રહ્યો હોવાથી કિનારા પર બિનવારસુ કેફી દ્રવ્યના પેકેટો તણાઇને આવી રહ્યા છે. ગત શુક્રવારે બીએસએફ જવાનોને નારાયણ સરોવર નજીક ગુનાઉ પાસે કાળા પથ્થર નજીક એક સળી ગયેલું બિનવારસુ ચરસનું પેકેટ મળી આવ્યું હતું. તેનું જેવું જ હાલ મળી આવેલા ચરસના 20 પેકેટો પેકિંગ છે. અને પેકેટોમાં રહેલા ચરસ ખરાબ ન થાય તે માટે હેવી પ્લાસ્ટીકની મશીન સીલાઇ કરવામાં આવી છે.