Mysamachar.in-અમદાવાદ
અનલોક થયા બાદ રાજ્યમાં દારૂ ઘુસાડવાનો જાણે માર્ગ મોકળો થયો હોય તેમ અવનવી તરકીબોથી રાજ્યમાં દારુ ઘુસાડાઈ રહ્યા છે, તાજેતરમાં જ રાજકોટમાં ઓઈલબેરલમાં અંદર ખાનાઓ બનાવી અને તેમાં દારૂની હેરાફેરીનો કિસ્સો સામે આવ્યો હતો ત્યાં જ અમદાવાદમાં તો વળી નવું લાયા હોય તેમ બગોદરા પાસે આવેલા રોહિકા ગામના પાટીયા પાસેથી બાતમી આધારે એસ.ઓ.જી, શાખાએ આઇશર કન્ટેનરમાં ઘરવખરીનાં સામાનની આડમાં લઈ જવાતો 12,24,000 રૂપીયાનો 340 પેટી વિદેશી દારૂ સાથે એક વ્યકિતને ઝડપી પાડી પ્રોહીબીશન હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એક ટાટા ટ્રક કન્ટેનરમાં ઘરવખરીના સામાનની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરીને અમદાવાદ – રાજકોટ હાઇવે બગોદરા થઇને રાજકોટ તરફ પસાર થવાની છે. જે બાતમીનાં આધારે એસ.ઓ.જી.ની ટીમ બગોદરા પાસે આવેલા રોહીકા ગામના પાટીયા પાસે વોચ માં ગોઠવાઈ ગયા હતા. બાતમી મુજબની ટ્રક આવતાં જ તેને ઉભી રખાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 340 પેટીમાંથી 4080 બોટલો મળી આવી હતી.જેની કિમત 12,24,000 ગણવામાં આવી હતી.તેમજ 5,00,000 રૂપીયાની ટ્રક, 1,50,000 રૂપીયાનો ઘરવખરીનો સામાન મળીને કુલ 18,74,000 રૂપીયાનો મુદામાલ જપ્ત કરીને પકડાયેલા લાલસિંગ ઢાલસિંગ રાઠોડ રાજસ્થાન હાલ રહે, ગુડગાવ હરીયાણાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.