mysamachar.in-ગાંધીનગર
લોકસભાની ચુંટણી પૂર્વે કોઈને કોઈ સમીકરણોના ચોકઠા ભાજપે ગોઠવીને ગઈકાલે મંત્રીમંડળ નું વિસ્તરણ કરવાનો નિર્ણય લઈને એક કેબિનેટ અને બે રાજ્યકક્ષાના મંત્રીઓને મંત્રી તરીકેના શપથ લેવડાવી દીધા છે,પરંતુ શપથ લીધેલા મંત્રીઓને ખાતાઓની ફાળવણી થઇ નથી,અને આવતીકાલે એટલે કે સોમવારે બપોર સુધીમાં ત્રણેય નવા પ્રધાનોને ખાતાઓની ફાળવણી મુખ્યમંત્રી દ્વારા કરી દેવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે,
જે ત્રણ પ્રધાનોએ શપથ ગ્રહણ કર્યા છે તેમાં જૂનાગઢના જવાહર ચાવડા,વડોદરાના યોગેશ પટેલ અને જામનગરના હકુભા જાડેજાનો સમાવેશ થાય છે,હાલની કેબિનેટમાં સૌથી વધુ ખાતાઓ આર.સી.ફળદુ અને પ્રદીપસિંહ જાડેજા પાસે છે,સંભવિત તેવું મનાઈ રહ્યું છે કે તેમાં થી પોર્ટફોલિયો ઓછો કરીને આં ત્રણેય મંત્રીઓ ને તેમાંથી ઓછા કરાયેલા પોર્ટફોલિયો(ખાતું)ફાળવાઈ શકે તેમ છે,પણ ક્યાં મંત્રીને કયું ખાતું(વિભાગ) મળે છે તેના પરથી આવતીકાલે પરદો ઊંચકાઈ જશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.