Mysamachar.in-જામનગર
રાજ્ય ચુટણી પંચે જામનગર મનપા સહિત આઠ મહાનગરપાલીકાઓના રોટેશન જાહેર કરતા ચુંટણી ગરમાવો આવી ગયો છે અને રાજકિય પક્ષો ગણીત માંડવા મંડ્યા છે જો કે વોર્ડની સંખ્યા બેઠકની કુલ સંખ્યા તેમજ પચાસ ટકા મહિલા બેઠક પંચે ગતવખતની જેમ જ રાખી અન્ય અનામતમા ફેરફાર કર્યો નથી, જામનગરમાં 16 વોર્ડ અને 64 બેઠક પૈકી SC માટે 4 જેમાંથી 2 મહિલા અનામત અને એક બેઠક ST મહિલા માટે રહેશે. 6 બેઠક પછાત વર્ગ માટે રહેશે તો 3 મહિલા અનામત માટે રહેશે. 32 બેઠક મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે જેથી કુલ ગણીએ તો ચોખી અનામત 37 અને બિનઅનામત 27 બેઠક થશે તેમજ દરેક વોર્ડની સંખ્યા 2011 મુજબ 36 હજારથી વધુ હતી તેમા દસ ટકા વધારો ગણી 40000 જેટલી સરેરાશ સંખ્યા વસતીની ગણાશે.
જામનગર કોર્પોરેશન વિસ્તારનું સીમાંકન એક દાયકા બાદ 2015 માં બદલ્યુ હતુ અને 19 વોર્ડના બદલે 16 વોર્ડ થતા દેખીતી રીતે અગાઉ વોર્ડ દીઠ 23 હજાર વસ્તી હતી તે હવે 37 હજાર થઇ હતી અને કુલ 64 બેઠકમાંથી 32 સ્ત્રી અને 32 પુરૂષ બેઠકો રહી હતી માટે મહિલાઓને પણ સરખુ સ્થાન અપાયું હતુ તે જ વ્યવસ્થા પંચે યથાવત રાખી છે. નવા સીમાંકન બાદ વિસ્તારોના ધરખમ ફેરફાર થયા હોય રાજકીય ગણતરીઓ કાં તો પહેલાથી થઇ હોય તો ચિંતા નથી અને જેમને હાલ જ નવા સીમાંકનનો ખ્યાલ આવે તેમના માટે વિમાસણ રહેશે તેવો માહોલ 2015 મા હતો આ વખતે એ અસમંજસ નહી રહે કેમકે એક વખત ચુંટણી થઇ ગઇ હોય રાજકીય પક્ષોને અનુભવ થઇ ગયો છે
વસતીની દ્રષ્ટીએ કુલ જોઇએ તો 2015 ની મનપા ચુંટણી વખતે કુલ 591976 ની વસ્તી દર્શાવાય હતી તેની સામે હાલના 2020 ના રોટેશનમાં કુલ વસતી 587750 બતાવાય છે જે 2011 ની વસતી ગણતરી મુજબ હોય દસ ટકા ઉમેરવા પડે જેથી સાડા છ લાખ જેટલી વસતી થાય જોકે આ રોટેશનમા જામનગરનો જે વિસ્તાર 2017 મા ઉમેરાયો તે તમામને આવરી શકાયા નથી નાના પોકેટ વસ્તીના છુટી ગયા છે
-મનપા વોર્ડવાર વિગત આ સ્થળોએ જાહેર જનતા માટે મુકી શકે તેવુ અનુમાન છે( એક વોર્ડ 7.68 કીમીનો રહેશે)
1.જુની ઓકટ્રોય ઓફિસ, રેલવે ફાટક પાસે, બેડી બંદર રોડ.
2. નંદઘર, કે.પી.શાહની વાડી, રામેશ્વરનગર પાસે.
3. વોર્ડ ઓફિસ, પી એન્ડ ટી, પટેલ કોલોની શેરી નં. 6ના છેડે.
4. મ્યુનિ. દવાખાનું, નવાગામ (ઘેડ) જામનગર.
5. મ્યુનિ. સીવીક સેન્ટર, શરૂસેકશન રોડ, જામનગર.
6. મ્યુનિ. દવાખાનું વામ્બે આવાસ યોજના પાસે.
7. એમ્યુઝમેન્ટ પાર્ક, મેહુલનગર.
8. મ્યુનિ. સીવીક સેન્ટર, રણજીતનગર.
9. મ્યુનિ. ટાઉન હોલ, જામનગર.
10. મ્યુનિ. વોર્ડ ઓફિસ, ત્રણ દરવાજા પાસે.
11. મ્યુનિ. વોર્ડ ઓફિસ, ગુલાબનગર, રાજકોટ રોડ.
12. મ્યુનિ. વાર્ડ ઓફિસ, કાલાવડ નાકા બહાર.
13. મ્યુનિ. બાળ મંદિર/શાળા, સધરાઇનો ડેલો.
14. મેઘજી પેથરાજ સ્કુલ, દિગ્વિજય પ્લોટ.
15. શંકરટેકરી પાણીનો ટાંકો, શંકર ટેકરી.
16. મ્યુનિ. પંપ હાઉસ, લાલપુર રોડ.
-જુના વોર્ડ જાણીએ તો…..
અગાઉ 2005મા જયારે જામનગર શહેરનો વિસ્તાર 32 ચો.કિમી હતો અને 19 વોર્ડ હતાં ત્યારે એક વાર્ડનો વિસ્તાર 1.78 કિમી હતો જયારે હાલ 123 ચો.કિમીનો વિસ્તાર અને 16 વોર્ડ છે જેથી વોર્ડ દીઠ 7.68 કિમીનેા એરિયા સરેરાશ અંદાજીત થયો તેમ ગણી શકાય
-અર્ધચંદ્રાકારે સ્પષ્ટ વિભાજન
જામનગર કોર્પોરેશન વિસ્તારના નવા સીમાંકનની પ્રાથમિક જાહેરનામાની પ્રસિધ્ધી થઇ છે અને સ્પષ્ટ રીતે અર્ધ ચંદ્રાકારે સ્પષ્ટ વિભાજન થયું છે તે ગત વખતનુ યથાવત છે જે સમજવું સરળ રહેશે. નાગરીકોની જાણકારી માટે તમામ નવા વોર્ડના મુખ્ય સ્થળે આ નવું જાહેરનામું મુકવામાં આવશે અને વાંધા-સૂચનો સ્વીકારાશે
-પચાસહજારથી વધુ વસતી વધી
જામનગરની વસ્તી 2001માં 4,98,344 હતી તેમાં સ્ત્રી 236690 અને પુરૂષ 261654 હતા ત્યારે બેડી, નવાગામ ઘેડ, શહેર કોર્પો.માં ન હતું છતા તે મળીને વસતી 5,56,956 થઇ હતી જેમાં 264788 સ્ત્રી અને પુ. 292168 હતી જયારે 2011માં કુલ વસતી 600411 હતી જેમાં સ્ત્રી-286914 તથા પુરૂષ-313485 છે અન્ય 13 છે માટે સ્ત્રીની વસ્તી દાયકામાં 50224ની તથા પુ.ની 518321ની વધી હતી બાદમાં 2015 ચુંટણી વખતે 590000 વસતીનો અંદાજ મુકાયા બાદ આ વખતે જે અંદાજ 5.87 લાખ છે તેમા દસ ટકા ઉમેરતા 6.40લાખ વસતી થશે
-મહિલા સહિત અનામતો યથાવત રહેતા પક્ષોને કસરત ટળી
મહિલાઓ માટે 32 બેઠક અનામત સહિત કુલ 37 બેઠક અનામત અને 27 બિનઅનામત ગત વખતની જેમજ રહેતા રાજકીય પક્ષોને બહુ કસરત નહી કરવી પડે માત્ર ગત વખતની જેમ જ સમીકરણ માંડી શકશે
-રાજકીય કરંટ અને ગતિવિધી તેજ
સામાન્ય રીતે જોઇએ તો આ વખતે કોરોનાના કારણે મનપા ચુંટણીનુ અસમંજસ હતુ પરંતુ ચુટણી પંચ એ નવા રોટેશન જાહેર કરતા નિયત સમયે ચુંટણી યોજાશે તેવા સંકેત મળે છે
-ગત વખતે 22 નવેમ્બરે મતદાન થયેલુ…મતદાન સમય વધશે
વર્ષ 2015 મા મનપા ચુંટણી માટે 23 ઓક્ટોબરમા જાહેરનામુ પ્રસિદ્ધ થયેલુ તેમજ 22 નવેમ્બરે મતદાન અને 26 નવેમ્બરે મત ગણતરી થઇ હતી આ મુજબ જ આ વખતે જાહેરાત થાય છે કે કેમ તે જોવાનુ છે અને સવારે 8 થી 5 મતદાન હતુ તે સમય આ વખતે વધારવાની શક્યતા છે
-ભાજપને 38 કોંગ્રેસને 24 બેઠક મળેલી
ગત મનપા ચુંટણીમા ભાજપને 38 કોંગ્રેસને 24 અને સરદાર પટેલ પક્ષ ને બે બેઠક મળેલી બાદમાં કોંગ્રેસમાંથી તબક્કાવાર સભ્યો ભાજપમા ભળતા રહેતા હવે ભાજપનુ સંખ્યાબળ વધ્યુ છે
-પ્રચાર-મતદાન વ્યવસ્થા પડકારજનક રહેશે
જો ચુંટણીપંચ ગત વખતની જેમ નિયત સમયે મુદત પુરી થયા પહેલા ચુંટણી જાહેર કરી દે તો એક તો પ્રચાર કેમ કરવો તે સામે કોરોનાનો પડકાર છે તેમજ મતદાન વ્યવસ્થા પણ પડકારજનક બનશે કેમકે માસ્ક સોશ્યલ ડીસ્ટન્સ સેનેટાઇઝેશન થર્મલગન વગેરેથી ચેકીંગ બધુ જ મીટીંગ પ્રચાર મતદાન દરેકમા ફરજીયાત પાળવુ પડશે માટે પડકાર જનક સ્થિતિ મતદાન અને પુરતા પ્રચાર બંને પર માઠી અસર કરશે આમેય લોકો હજુ આ બાબતે નિરસ જ છે માત્ર રાજકીય પક્ષોમાં જ થનગનાટ છે.