Mysamachar.in: અમદાવાદ
સાઈબર ગઠિયાઓ તમે કેવા પ્રકારના બેંક ટ્રાન્જેક્શન કરો છો ગુગલમાં શું સર્ચ કરી રહ્યા છો તેના પર નજર રાખીને જ બેઠા છે અને જેવો એક મોકો મળે એટલે તે કામ ઉતારી અને તમારું બેંક એકાઉન્ટ સાફ કરી શકે છે અમદાવાદમાં વસવાટ કરતા એક નિવૃત અધિકારીને પણ આવો જ કડવો અનુભવ થયો છે જે અન્ય લોકો પણ ચેતવણી સમાન છે
અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાં વસવાટ કરતા સુભાષચંદ્ર નામના વ્યક્તિ વર્ષ 2002માં એરફોર્સમાંથી નિવૃત્ત થયા છે તેવો કેનેરા બેંકમાં બેંક એકાઉન્ટ ધરાવે છે, જેમાં મહિનાની છેલ્લી તારીખે પેન્શન જમા થાય છે. માર્ચનું પેન્શન જમા થયું ન હોવાથી સુભાષચંદ્રે 2 એપ્રિલ 2024ના રોજ ગૂગલમાં કેનેરા બેંક ધોલાકુવા દિલ્હીનો નંબર સર્ચ કરીને ફોન લગાવ્યો હતો. સુભાષચંદ્રે સામેવાળી વ્યક્તિને એકાઉન્ટમાં પેન્શન જમા થયું ન હોવાની વાત કરી હતી, જેથી સામેવાળાએ તેમની પાસેથી તમામ માહિતી મેળવી લીધી હતી અને ત્યારબાદ બીજા નંબર પરથી વીડિયો કોલ કર્યો હતો, જેમાં તેણે સુભાષચંદ્ર પાસેથી આધાર કાર્ડ અને બેંકનું ડેબિટ કાર્ડ દેખાડવાની વાત કરી હતી, જેથી સુભાષચંદ્રે ના પાડતા તેણે કહ્યું હતું કે, ‘હું સરકારી બેંકનો માણસ છું અને તમારૂ કામ કરું છું.’
આટલું કહેતા સુભાષચંદ્રે વીડિયો કોલમાં તે બંને દેખાડતા સામેવાળાએ તેમને વોટ્સએેપમાં નીચે બ્રોડકાસ્ટ એપમાં જવાનું કહી બેંકની એપમાં જવાનું કહેતા સુભાષચંદ્રે તે પ્રમાણે કર્યું હતું. બાદમાં સુભાષચંદ્રે તેમને પેન્શન આવી ગયાનું કહ્યું હતું, આથી ઠગે હજુ પ્રોસેસ ચાલુ તેમ કહી 9 ટ્રાન્ઝેક્શન થકી પૈસા ઉપાડી લીધા હતા. ખાતામાં 5.43 લાખ ઓછા થઈ જતા સુભાષચંદ્રે સાઇબર ક્રાઈમમાં આ અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસ હવે આ મામલાની તપાસમાં લાગી છે.